ગીર સોમનાથ, ખેતી વિષયક ધિરાણ કરતી સેવા સહકારી મંડળીઓને જણાવવામાં આવે છે કે, ટુંકી મુદત અને મધ્યમનું ધિરાણ તેમજ વસુલાત તથા સભાસદોની થાપણ વધારવા નાણાકીય સહાય આપવાની યોજના અમલમાં છે. જે માટે પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સેવા સહકારી મંડળીઓ કે જે છેલ્લા પાંચ વર્ષથી ધિરાણ કરેલ હોય, વસુલાત નિયમિત કરતી હોય તેમજ ધિરણ-વસુલાતમાં યોજનામા ઢાંચા મુજબ વધારો થયો હોય, તથા સભાસદ થાપણમાં વૃધ્ધિ થઈ હોય તે મંડળીને સહાય મળી શકે છે. જે ધ્યાને લઈને જરૂરી પાત્રતા ધરાવતી મંડળીઓએ તાત્કાલિક સને: ૨૦૧૫-૨૦૧૬થી સને : ૨૦૧૯-૨૦૨૦ સુધીના પાંચ વર્ષના હિસાબો-તારીખ, નફા-નુકસાન ખાતું, વેપાર ખાતું, સરવૈયા સાથે જીલ્લા રજીસ્ટ્રારની કચેરી, સહકારી મંડળીઓ-ગીર સોમનાથ, રૂમ નં:૩૦૩(બીજો માળ),જિલ્લા સેવા સદન,ઈણાજ(વેરાવળ) તેમજ ફોન નં (૦૨૮૭૬) ૨૮૫૪૨૧ સંપર્ક કરવા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.
અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ