ગીર સોમનાથ તા.૧૪, શ્રમ અને રોજગાર વિભાગ, નિયામકશ્રી, રોજગાર અને તાલીમ, ગાંધીનગર સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને મોડેલ કેરિયર સેન્ટર ગીર સોમનાથ દ્વારા કોરોના કોવિડ-19 વૈશ્વિક મહામારીના સમયમાં રાજ્યકક્ષાનો ઔદ્યોગિક વર્ચુઅલ ભરતી મેળાનું તા.૨૨/૧૦/૨૦૨૦ રોજ આયોજન કરાયુ છે.
આ ભરતી મેળામાં ગુજરાતની ખાનગી ક્ષેત્રની વિવિધ કંપનીઓ ભાગ લેવાની છે. જેમાં તા.૨૧/૧૦/૨૦૨૦ના રોજ સવારે ૧૧ કલાક સુધીમા ધોરણ ૧૦, ૧૨, ગ્રેજ્યુએટ તેમજ આઈટીઆઈ પાસ તેમજ ૧૮ થી ૩૫ વર્ષ સુધીના ઉમેદવાર (ભાઈઓ/બહેનો)એ https://forms.gle/NV8vKkmrVZtDRxQU7 લીંક ઉપર અરજી કરવાની રહશે. કંપનીઓના નામ, લાયકાત, પગાર વગેરે લીંક ઉપર દર્શાવવામાં આવેલ છે.
આ ભરતી મેળામાં ભાગ લેવા માટે ગૂગલ ફોર્મ લીંક ઉપર માહિતી ભરી સબમિટ કરવાની રહશે. ત્યારબાદ નોકરીદતા દ્વારા પ્રાથમિક પસંદગી કરી ટેલિફોનિક ઇન્ટરવ્યુ લેવામાં આવશે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી ધોળકિયાની યાદીમાં જણાવાયું છે.
અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ