સોમનાથ-જબલપુર વિશેષ ટ્રેન હવે માળીયા હાટીના સ્ટેશન પર રોકાશે

0
123

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા માલિયા હાટીના સ્ટેશન પર સોમનાથ-જબલપુર સ્પેશિયલ ટ્રેનનું સ્ટોપેજ આપવાનું નક્કી કરાયું છે. આ ટ્રેન 15 ઓક્ટોબર, 2020 થી માલિયા હાટીના સ્ટેશન પર રોકાશે.


ટ્રેન નંબર 01463/01465 (સોમનાથ-જબલપુર) ના માળીયા હાટીના સ્ટેશન પર આગમનનો સમય સવારે 10.23 કલાકે અને પ્રસ્થાનનો સમય સવારે 10.25 કલાકે રહેશે. તેવી જ રીતે, પરતનો સમય ટ્રેન નંબર 01464/01466 (જબલપુર-સોમનાથ) ના માળીયા હાટીના સ્ટેશન પર આગમનનો સમય 16.24 કલાકે અને પ્રસ્થાનનો સમય 16.26 કલાકે રહેશે.

વી.કે ટેલર.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક ભાવનગર પરા


અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here