જુગાર જેવી અસામાજીક પ્રવૃતિ આચરતા ઇસમ વિરૂધ્ધની ગણતરીના દિવસોમાં પાસા દરખાસ્ત મંજુર કરતા ગીર સોમનાથ જીલ્લા મેજીસ્ટ્રેટ અજય પ્રકાસ

0
76

ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક  રાહુલ ત્રિપાઠી તથા નાયબ પોલીસ અધિક્ષક જી.બી.બાંભણીયા નાઓએ પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતિ આચરતા ઇસમોને અંકુસમા લેવા પાસા તેમજ તડીપાર મુકી કડક કાર્યવાહી કરવા બાબતે સખત સુચના આપેલ હોય જે અનુસંધાને

વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર  ડી.ડી.પરમાર ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ ઇન્સ. એચ.બી.મુસાર નાઓની સુચનાથી પો.સ્ટાફે ગઇ તા.૦૫/૦૯/૨૦૨૦ ના રોજ ચંદુલાલ દુર્ગાદાસ મુલચંદાણી જાતે.સીંધી, ઉ.વ.૪૨, ધંધો.વેપાર, રહે. વેરાવળ, ગોકુલધામ સોસાયટી, આરતી એપાર્ટમેન્ટની સામે જીકૃપા નામના મકાનની પાસે વાળાએ પોતાના કબ્જા, ભોગવટાના મકાનમાં બહારથી માણસો ભેગા કરી તેને જુગાર રમવાના સાધનો સગવડતા પુરી પાડી રૂપીયા/પૈસા તથા ઘોડીપાસા વડે રૂપીયા/પૈસાની હારજીતનો જુગાર રમી/રમાડી જુગાર રમતા ઇસમો પાસેથી પોતાના અગંત ફાયદા સારૂ નાલની રકમ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી રોકડ રૂા.૨,૧૫,૦૦૦/- તથા મો.સા. નંગ-૩ કી.રૂા.૧,૩૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ- ૩ કીં.રૂા.૧૧,૦૦૦/- તથા ઘોડીપાસા નંગ-૨ કી.રૂા. ૦૦/- તથા ૧ થી ૬ આંક લખેલ પુઠું નંગ-૧ કી.રૂા.૦૦/- મળી કુલ કિ.રૂા.૩,૫૬,૦૦૦/-(અંકે રૂા.ત્રણ લાખ છપ્પન હજાર પુરા) ના મુદામાલ સાથે ઉપરોક્ત ઇસમ તથા અન્ય ચાર ઇસમો રેઇડ દરમ્યાન મળી આવી ગુન્હો કરેલ હોય જેથી સદરહુ ઈસમ તથા અન્ય ચાર ઇસમો સામે જુગાર ધારા કલમ-૪,પ મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ અને ચંદુલાલ દુર્ગાદાસ મુલચંદાણી રહે. વેરાવળ, વાળાએ સદરહું જુગાર પોતાના કબ્જાભોગવટાના મકાનમાં રમી/રમાડી જુગારનો અખાડો ચલાવેલ હોય જેથી સદરહું ઇસમ વિરૂધ્ધ ગણતરીના દિવસોમાં પાસા દરખાસ્ત તૈયાર કરી રાહુલ ત્રીપાઠી પોલીસ અધીક્ષક ગીર સોમનાથનાઓ મારફતે અજય પ્રકાશ જીલ્લા મેજીસ્ટ્રેટ ગીર સોમનાથ નાઓને મોકલતા રાજય સરકારના હુકમ તથા ગાઇડલાઇન મુજબ જીલ્લા મેજીસ્ટ્રેટ ગીર સોમનાથનાઓ તરફથી પાસા દરખાસ્ત મંજુર કરતા વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર ની સુચનાથી સદરહું આરોપીને પાસા તળે અટકાયત કરી સેન્ટ્રલ જેલ બરોડા ખાતે અટકાયતમાં રાખવા તજવીજ હાથ ધરેલ છે.           

કામગીરી કરનાર અધીકારી/ કર્મચારી- સર્વેલન્સ સ્ટાફના પો. સબ ઇન્સ. એચ.બી.મુસાર તથા પો.હેઙ.કોન્સ. નટુભા ભાભલુભા તથા દેવદાનભાઇ માણંદભાઇ તથા સુનિલભાઇ માંડણભાઇ તથા મયુરભાઇ મેપાભાઇ તથા ગીરશભાઇ મુળાભાઇ તથા પો.કોન્સ. અરજણભાઇ મેસુરભાઇ તથા કમલેશભાઇ અરજણભાઇ તથા અશોકભાઇ હમીરભાઇ તથા પ્રવિણભાઇ હમીરભાઇ નાઓ આ કામગીરીમાં જોડાયેલ હતા.


અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here