જસદણના ધારાશાસ્ત્રી, PSIના કાઉન્સેલિંગથી બે પરિવારનું સમાધાન

0
289

જસદણ. આટકોટ ગામે કુંવરિયા પરિવાર અને જસદણ તાલુકાના ગઢડીયા(જામ) ગામના સોલંકી પરિવારના પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં પતિ-પત્નીની બોલાચાલીથી બન્ને પરિવાર વચ્ચે ઘણા સમયથી તણાવભર્યું વાતાવરણ બનતું હતું. જેમાં સગુણાબેન છેલ્લા 8 માસથી તેની નાની બાળકી સાથે પોતાના પિતાના ઘરે લાંબા સમયથી રહેતા હતા.

પોલીસ સ્ટાફ સહિતના આગેવાનોનો આભાર માન્યો

આ બનાવની જાણ જસદણના એડવોકેટ પ્રકાશભાઈ પ્રજાપતીને કરવામાં આવતા તેઓએ બન્ને પરિવાર સાથે પારિવારિક ચર્ચા કરી હતી અને ગઢડીયા (જામ) ભાડલા પોલીસની હદમાં આવતું હોવાથી ભાડલાના મહિલા પીએસઆઈ હર્ષાબા ગઢવી દ્વારા બન્ને પરિવારને બોલાવી સમજાવટ કરી બન્ને પરિવાર વચ્ચે ચાલતા પતિ-પત્ની અને પારિવારિક વિવાદનો સુખદ અંત લાવ્યો હતો. આ તકે બન્ને પરિવારે યુવા એડવોકેટ પ્રકાશભાઈ પ્રજાપતી અને ભાડલાના મહિલા પીએસઆઈ હર્ષાબા ગઢવી તેમજ તમામ પોલીસ સ્ટાફ સહિતના આગેવાનોનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here