મહિલા કંડક્ટર અને મહિલા PSIએ સામસામે કોલર પકડ્યા

0
218
  • રાજકોટના એસટી ડેપોમાં બે મહિલા બાખડી
  • મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ સમાધાન

શહેરના શાસ્ત્રીમેદાનમાં આવેલા બસ સ્ટેશનમાં બુધવારે બપોરે મહિલા કંડક્ટર અને મહિલા પીએસઆઇ વચ્ચે જામી પડી.બંનેએ એકબીજાના કોલર પકડી લીધા હતા.બસ સ્ટેશનમાં હાજર લોકોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી, મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જોકે બાદમાં સમાધાન થઇ ગયું હતું. મહિલા પીએસઆઇ એન.બી.ડોડિયાએ જણાવ્યું કે, તેમના માતાને બહારગામ જવાનું હોવાથી સ્કૂટરમાં બેસાડી બસ સ્ટેશને પહોંચ્યા હતા. અમે સ્કૂટર પર જ હતા ત્યારે એક બસ ટર્ન લઇ રહી હતી.

બસની બહાર મહિલા કંડક્ટર ઊભા હતા, તેમને આ બસ જૂનાગઢની છે તેમ પૂછતાં જ મહિલા કંડક્ટરે પિત્તો ગુમાવ્યો હતો અને તુંકારો આપી સ્કૂટર દૂર લેવાનું કહ્યું હતું, પીએસઆઇ ડોડિયાએ તુંકારો આપોમાં તેમ કહેતા મહિલા કંડક્ટર બેફામ બન્યા હતા અને બંન્ને વચ્ચેે હાથોહાથની જામી પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here