મુંબઇ-પૂણે જળબંબોળ: આજે રેડ એલર્ટ

0
213
  • મુંબઈના ભાયખલા, હિન્દમાતા સર્કલ સહિતના અનેક વિસ્તારોમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા


તેલંગાણાના પાટનગર હૈદરાબાદમાં બુધવારે ભારે વરસાદના કારણે ઊભી થયેલી પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કણર્ટિકમાં વરસાદના કારણે બનેલી અલગ-અલગ ઘટનાઓમાં 31 લોકોનાં મોત થયા છે. તેલંગાણાની સાથે જ હવે મહારાષ્ટ્રના અનેક હિસ્સાઓમાં વરસાદે કહેર ફેલાવાનું શરૂ કરી દીધું છે. મુંબઈ અને પુણેમાં આખી રાત વરસાદ પડ્યો. આજે મુંબઈ સહિત અન્ય શહેરો માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


મુંબઇમાં રાત્રે પડેલા ભારે વરસાદને કારણે સાયન પોલીસ સ્ટેશન અને કિંગ્સ સર્કલની પાસે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા. તેની સાથે જ મુંબઈના ભાયખલા, હિન્દમાતા, કુલર્િ સહિતના અનેક વિસ્તારોમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે આજે મુંબઈમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે. બુધવારથી મહારાષ્ટ્રના મુંબઈ અને થાણે સહિત બીજા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ગુરૂવારે ઉત્તર કોંકણની સાથે મુંબઈ અને થાણે માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


લગભગ 12 કલાક વરસાદ બાદ પુણેના ઈન્દાપુર, નીમગાંવ, કેતકી અને બિગવનમાં સ્થિતિ બેકાબૂ બની રહી છે. ઇન્દાપુરમાં માત્ર 12 કલાકમાં 178 મીમી વરસાદ નોંધાયો છે. ઉજની ડેમમાંથી પાણી છોડવાના કારણે પૂના-સોલાપુર હાઇવે પાણીથી ભરાઇ ગયો હતો. ત્યારબાદ હાઇવે બંધ કરવામાં આવ્યો છે.


પુણાના પ્રસિદ્ધ નીરા નરસિંહપુર મંદિર વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિને કારણે વહીવટી તંત્ર અને ગ્રામસભાના લોકોએ પ્રજાને સાવધાન કરી હતી.


હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે કોંકણ અને ગોવાના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. કણર્ટિકના દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે. મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.


કહેવામાં આવી રહ્યું છે કે સિસ્ટમ સેન્ટરની આસપાસ અને મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને તેની નજીકના ઉત્તર કણર્ટિકમાં આગામી 12 કલાક દરમિયાન પવન 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફુંકાવાની શક્યતા છે અને બાદમાં તેની ઝડપ 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.


અનુસાર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાઈ શકે છે. 16 ઓક્ટોબરની સાંજે તે વધીને 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here