મોટાભાગના નાગરિકોને જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના રૂપિયા બેંકમાં સાચવીને રાખે છે અને એમણે પોતાની આવકનો એક મોટો ભાગ ટર્મ ડિપોઝિટ અને સેવિંગ એકાઉન્ટમાં જમા કરી રાખ્યો છે. 12મી ઓક્ટોબરે વડાપ્રધાનની પોતાની સંપત્તિની વિગતો જાહેર થઈ છે જે 30 જૂન સુધીની તેમની નાણાકીય સ્થિતિ દશર્વિે છે.
અહેવાલ મુજબ વડાપ્રધાન પાસે ફક્ત રૂપિયા 31 હજાર કરોડની રોકડ છે. આ સિવાય તેમની કુલ સંપત્તિ 1,75,63,618 રૂપિયા જેટલી છે. પાછલા વર્ષની સરખામણીએ તેમની મુવેબલ પ્રોપર્ટીમાં 26.26 ટકાનો વધારો થયો છે. જેમાં તેમના વતનમાં થી થયેલી બચત અને ફિક્સ ડિપોઝીટ થી મળેલ વ્યાજ સામેલ છે.
આ ઉપરાંત વડાપ્રધાનના બચત ખાતામાં 30 જુન સુધી રૂપિયા 3.38 લાખ છે. એમણે એસબીઆઇની ગાંધીનગર શાખામાં ફિક્સ ડિપોઝીટ રાખી છે. પાછલા વર્ષે તેની વેલ્યુ રૂપિયા 1,27,81,574 હતી જે 30 2020 સુધી વધીને રૂપિયા 1,60,28,039 થઈ છે.
વડાપ્રધાને ટેક્સની બચત થઈ શકે તેવા સ્થળો પણ રૂપિયા રાખ્યા છે. તેમનું રોકાણ લાઇફ ઇન્શ્યોરન્સ ઉપરાંત નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સમાં છે. જોકે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ માં એમણે વધુ નાણાં લગાવ્યા છે અને તેમનું વીમા પ્રીમિયમ પણ ઓછું થઈ ગયું છે.
આ ઉપરાંત સૌથી મહત્વની બાબત એવી દશર્વિવામાં આવી છે કે નરેન્દ્ર મોદી પાસે પોતાની માલિકીની પર્સનલ કોઈ કાર નથી. ગાંધીનગરમાં તેમના નામનું એક મકાન છે જેની કિંમત 1.1 કરોડ રૂપિયા છે. તેના માલિકી હક માં એમનો પરિવાર પણ સામેલ છે અને વડાપ્રધાન પર કોઈ કદર જ નથી. એમની પાસે સોનાની ચાર વિટીઓ છે.