રાજકોટમાં વોર્ડ નંબર 10માં પાણી અનિયમિત આવતા આકાશવાણી ચોકમાં વિરોધ કરે તે પહેલા જ સ્થાનિક કોર્પોરેટર સહિત મહિલાઓની અટકાયત

0
94
  • વિરોધ કરે તે પહેલા અટકાયત કરતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો

રાજકોટમાં પાણીનો પ્રશ્ન હંમેશા પ્રથમ રહ્યો છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 10માં પાણી અનિયમિત આવતા આકાશવાણી ચોકમાં સ્થાનિક કોર્પોરેટર સહિત મહિલાઓ વિરોધ કરવા પહોંચી હતી. મહિલાઓ વિરોધ કરે તે પહેલા જ પોલીસે કોર્પોરેટર સહિત મહિલાઓની અટકાયત કરી હતી. જેને લઈને મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો.

સ્થાનિક કોર્પોરેટરની આગેવાનીમાં મહિલાઓ એકત્ર થઈ હતી
મળતી માહિતી અનુસાર વોર્ડ નંબર 10માં છેલ્લા ઘણા સમયથી પાણી અનિયમિત આવી રહ્યું છે. આ સાથે જ પાણી પણ ઓછું આપવામાં આવી રહ્યું હોવાથી સ્થાનિક મહિલાઓ રોષે ભરાઈ હતી. જેથી સ્થાનિક કોર્પોરેટર મનસુખ કાલરિયાની આગેવાનીમાં મહિલાઓ વિરોધ કરવા માટે આકાશવાણી ચોકમાં એકત્ર થઈ હતી. જો કે મહિલાઓ વિરોધ કરે તે પહેલા જ કોર્પોરેટર સહિત મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. જેને લઈને મહિલાઓ રોષે ભરાઈ હતી.

મહિલાઓની અટકાયત થતાં મહિલા કોંગ્રેસ પ્રમુખે પોલીસ કમિશનરને રજૂઆત કરી
મહિલાઓની અટકાયત કરવામાં આવતા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. આ સાથે જ જણાવ્યું હતું કે જ્યા સુધી મહિલાઓને છોડવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા જ રહીશું.

દૂષિત પાણી આવતા મહિલાઓએ વિરોધ કર્યો હતો
થોડા દિવસ પહેલા શહેરના વોર્ડ નંબર 13-14ની મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો હતો. આંબેડકરનગર વિસ્તારમાં 6 મહિનાથી દૂષિત પાણી આવી રહ્યું હતું. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા મહિલાઓ વોર્ડ નંબર 13માં આવેલી મનપાની વોર્ડ ઓફિસમાં એકત્ર થઈ હતી અને માટલા ફોડી વિરોધ કર્યો હતો.

રાજકોટમાં પાણીનો પ્રશ્ન હંમેશા પ્રથમ રહ્યો છે
મહત્વનું છે કે રાજકોટ વર્ષોથી પાણીનો પ્રશ્ન પ્રથમ રહ્યો છે. ગમે તેટલો વરસાદ પડે પણ તંત્ર પાણી આપવામાં હંમેશા નિષ્ફળ રહે છે. જિલ્લામાં સિઝનનો 150 ટકા કરતા વધુ વરસાદ વરસ્યો છે. હાલ રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા તમામ ડેમ ઓવરફલો થઈ ગયા છે. તેમ છતાં લોકોને પાણી માટે વલખાં મારવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here