News Updates
AHMEDABAD

15 વર્ષના ટાબરીયાએ પતાવી દીધો યુવકને:દુકાનદાર સાથે માથાકુટ થઈ, વચ્ચે પડનારને છરી મારી દીધી,અમદાવાદના ફુટપાથ પર રહી પૈસા ભેગા કરીને આઈસ્કિમ લેવા ગયો ને…

Spread the love

અમદાવાદ શહેરમાં એક ચોખા મારી ઘટના સામે આવી જાય જેમાં 15 વર્ષના ટાબરીયાએ એક યુવકને છરી મારી દેતા તેનું મોત નીપજ્યું છે નાની ઉંમરના આ ટાબરીયાએ પોતાનો ભાઈ ફૂટપાથ પર હતો એટલે તેના માટે આઈસ્ક્રીમ લેવા માટે સામેના રોડ પર ગયો હતો ત્યાં તેણે આઈસ્ક્રીમ વાળાને આઈસ્ક્રીમ આપવા માટે કહ્યું અને આઇસ્ક્રીમ વાળા સાથે તેની રકજક થઈ હતી 15 વર્ષના ટાબરીયા ને સાથે મગજમારી થતા ત્યાં ઉભેલા યુવક એને સમજાવી રહ્યો હતો એટલામાં આ ટાબરિયાએ પોતાની પાસેથી છરી કાઢીને એને મારી દીધી હતી જેમાં યુવકનું મોત નિપજ્યું છે .હાલ પોલીસે ટાબરીયાની ધરપકડ કરી છે

નવરંગપુરા પોલીસ સ્ટેશનના એક રૂમમાં નાનો ટાંબરીયા પોલીસની સામે ખુશીમાં બેઠો હોય અને હસતો હોય ત્યારે તેને ખબર નથી કે તેને આગલી રાતે એક હત્યા કરી નાખી છે અને તે હજી 15 વર્ષનો છે તેના ભવિષ્યમાં હાલ પોલીસના ગુનેગારીની નોંધ થઈ ગઈ છે 15 વર્ષનો ટાવરયો પોતાના નાનાભાઈ સાથે નવરંગપુરા આશ્રમ રોડ પાસે ફૂટપાથ પર હતો તેને ગમે ત્યાંથી ₹20 ભેગા કરીને પોતાના ભાઈ માટે આઈસ્ક્રીમ લેવા માટે સામેના રોડ પર શીતલ આઈસ્ક્રીમના સ્ટોલ પર ગયા હતા.

ત્યાં તેણે આઈસ્ક્રીમના સ્ટોર પણ બેઠેલા વ્યક્તિ પાસે આઈસ્ક્રીમની માંગણી કરી પરંતુ તેને રૂપિયા ની રબ્જેક્ટ કરી એટલે ત્યાં ઉભેલા એક વ્યક્તિએ તેને સમજાવવાનો પ્રયાસ કરીને થોડીવારમાં એકદમ ઉગ્ર વાત થઈ ત્યારે આ નાના ટાવરિયા પાસે કોઈને વિશ્વાસ પણ નહીં હોય એટલે તેણે પોતાની પાસેથી છરી કાઢી અને સામેના વ્યક્તિ જે તેને સમજાવી રહ્યો હતો તેને મારી દીધી હતી જેમાં તેને ખૂબ જ લોહી વહી જતા તેનું મોત નિપજ્યું હતું આ સમગ્ર મામલે પોલીસે ટાબરીયાની ધરપકડ કરી છે અને તેની સામે કાર્યવાહી શરૂ કરી છે હવે જુવેનાઇલ એક્ટ હેઠળ તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.


Spread the love

Related posts

વિદ્યાર્થીનો મૃતદેહ  અમદાવાદની L.D. કોલેજની હોસ્ટેલનાં રૂમમાંથી મળ્યો

Team News Updates

અમદાવાદીઓ પિત્ઝા જોઈને ખાજો!:બોપલ બાદ એલિસબ્રિજમાં લાપિનોઝ સેન્ટરમાં બોક્સ ખોલતાં જ પિત્ઝામાંથી 10થી 15 જીવડા નીકળ્યા, સ્ટાફે ભૂલ સ્વીકારી માફી માગી

Team News Updates

વિસાવદર ના ઇશ્વરિયા ગામે ઝાંઝેશ્રીનદી માં ધોડા પુર

Team News Updates