News Updates
ENTERTAINMENT

 રોહિત શર્મા 37 વર્ષની ઉંમરે પણ ‘હિટમેન’ ,ICC રેન્કિંગમાં દબદબો યથાવત

Spread the love

તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં રોહત શર્મા પાંચમા સ્થાને આવી ગયો છે, જ્યારે ODI ફોર્મેટમાં તે બીજા સ્થાને છે. રોહિત 37 વર્ષનો છે પરંતુ આ ખેલાડી વિશ્વનો એકમાત્ર એવો બેટ્સમેન છે જે ICC ટેસ્ટ અને ODI રેન્કિંગમાં ટોપ-5માં છે.

ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ અને વનડે કેપ્ટન રોહિત શર્મા ભલે 37 વર્ષનો થઈ ગયો હોય પરંતુ તેનો કરિશ્મા હજુ પણ અકબંધ છે. હાલમાં જ ટીમ ઈન્ડિયાને પોતાની કેપ્ટનશિપમાં T20 વર્લ્ડ કપ જીતાડનાર રોહિત હવે ICC રેન્કિંગમાં રાજ કરી રહ્યો છે.

ICCએ બુધવારે નવી રેન્કિંગ જાહેર કરી જેમાં રોહિત શર્મા ટેસ્ટમાં નંબર 5 અને ODIમાં નંબર 2 પર યથાવત છે.

રોહિત શર્મા વિશ્વનો એકમાત્ર એવો બેટ્સમેન છે જે ODI અને ટેસ્ટ બંને રેન્કિંગમાં ટોપ-5માં છે. હવે રોહિત 8 દિવસ પછી ફરી મેદાનમાં ઉતરવાનો છે જ્યાં તે બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ રમતા જોવા મળશે. 

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી રોહિત શર્મા માટે આસાન નહીં હોય કારણ કે આ ટીમ સામે તેનો ટેસ્ટ રેકોર્ડ ઘણો ખરાબ છે. રોહિતે 3 ટેસ્ટમાં માત્ર 33 રન બનાવ્યા છે.

રોહિત શર્મા પાંચ વર્ષ બાદ બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચ રમશે. છેલ્લી વખત જ્યારે તે બાંગ્લાદેશ સામે ઈડન ગાર્ડન્સમાં ટેસ્ટ રમ્યો હતો ત્યારે તે માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો.


Spread the love

Related posts

રકુલ પ્રીત સિંહ-જેકી ભગનાની વેડિંગ અપડેટ:લગ્ન સાઉથ ગોવામાં હોટેલ ITC ગ્રાન્ડમાં થશે, મહેંદી-સંગીત ફંક્શન 20મી ફેબ્રુઆરીએ યોજાશે

Team News Updates

ભારતની ચેમ્પિયન્સ-ટ્રોફી જીતનાં 10 વર્ષ પૂરાં:ધોની 3 અલગ અલગ ICC ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ કેપ્ટન બન્યો હતો; ત્યારથી ટીમ ઈન્ડિયાના હાથ ખાલી

Team News Updates

ખરાબ ફોર્મના કારણે રોહિતને IPLની કેપ્ટનશિપથી હટાવી દેવાયો:કોચ બાઉચરે કહ્યું- હવે તે દબાણ વગર બેટિંગ કરશે; હાર્દિક સારો લીડર છે

Team News Updates