News Updates
SURAT

65 વર્ષના મોટા પપ્પાએ દુષ્કર્મ આચર્યું સુરતમાં 5 વર્ષની બાળકી પર;જેને દાદા કહેતી તેણે જ પીંખી નાખી,લોહી નીકળતા પરિવાર હોસ્પિટલ લઈ ગયો ને ભાંડો ફૂટ્યો

Spread the love

સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક પાંચ વર્ષની બાળકી પર તેના જ મોટા પપ્પાએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. બાળકીને લોહી નીકળવાના કારણે પરિવાર બાળકીને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં બાળકી પર બળાત્કાર થયો હોવાનું સામે આવ્યું હતું. બાળકીએ પણ દાદા એ જ આ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું. બાદમાં બાળકીના પિતા દ્વારા પોતાના જ ભાઈ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાવવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ દ્વારા પણ આરોપી ટ્રેનમાં બેસીને ભાગે તે પહેલાં ઝડપી પાડવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે શ્રમજીવી પરિવાર કાપોદ્રા વિસ્તારમાં રહે છે અને મિસ્ત્રી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવક પત્ની અને એક પાંચ વર્ષની બાળકી અને મોટાભાઈ સાથે રહે છે. મોટાભાઈના પંદર વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા અને તેને એક દીકરી છે. જેના લગ્ન થઈ ગયા છે અને તેને ત્યાં પણ સંતાન છે. થોડા દિવસ પહેલાં આ બાળકીની માતા વતન ગઈ હતી.

ગત 16 સપ્ટેમ્બરના રોજ બાળકીની માતા વતનથી પરત ફરી હતી. દરમિયાન બાળકીના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળી રહ્યું હોવાથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પરિવાર દ્વારા બાળકીની પૂછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યું હતું કે, દાદાએ ખરાબ કર્યું પછી દુખાવો થાય છે. માતા આ વાત સાંભળીને ચોંકી ગઈ હતી.

આ બાબતે બાળકીના પિતા દ્વારા મોટાભાઈને પૂછતા તેણે સ્વીકાર કરી લીધો હતો અને ત્યારબાદ તે ભાગી ગયો હતો. આ મામલે બાળકીના પિતા દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોતાના મોટાભાઈ વિરુદ્ધ દીકરી પર દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.

કાપોદ્રા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીને શોધી કાઢવાની દિશામાં વધુ તપાસ કરી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, આરોપી ઉધના રેલવે સ્ટેશન પર છે. જેથી કાપોદ્રા પોલીસની ટીમ ઉધના રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી. 65 વર્ષીય આરોપી ટ્રેનમાં બેસી ભાગે તે પહેલાં કાપોદ્રા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. હાલ તો પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આરોપીની પૂછપરછમાં મળતી માહિતી પ્રમાણે, 65 વર્ષીય વૃદ્ધને આ 5 વર્ષની બાળકી દાદા કહીને બોલાવતી હતી. એક વર્ષ પહેલાં પણ આરોપીએ બાળકી સાથે અડપલાં કર્યાં હતાં. ત્યારે પણ જાણ થઈ ગઈ હતી અને પરિવારના સભ્યો હોવાથી વાતને આગળ વધારી ન હતી. દરમિયાન 13 સપ્ટેમ્બરના રોજ બાળકી એકલી મળતા હવસનો શિકાર બનાવી હતી.


Spread the love

Related posts

 SURAT:રિક્ષાનું એકાએક ટાયર નીકળ્યું, સુરતમાં બ્રિજ પર દોડતી,પાછળ આવતી ST બસના ચાલકે બ્રેક મારીને ટેમ્પો-કાર ઘૂસી ગયા

Team News Updates

તમારી જાણ બહાર તમારા Aadhar Card અને PAN Cardનો બેફામ ઉપયોગ થાય છે, Surat Policeની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી

Team News Updates

Surat:પત્નીને ગળા, પતિને માથા પર ઘા માર્યા, બે બાળક બચી ગયા, નિંદ્રાધીન દંપતી પર ચપ્પુ લઈને યુવક તૂટી પડયો સુરતમાં

Team News Updates