News Updates
RAJKOT

 છાડવાવદરમાં નદીના ધસમસતા પાણીમાં બે યુવક તણાયા, વીજપોલ હાથમાં આવતા એકનો બચાવ, બીજાનો મૃતદેહ હાથ લાગ્યો

Spread the love

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે બે યુવકો પાણીમાં તણાયા હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે પડેલા ભારે વરસાદના કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં બે યુવકો તણાયા હતા. જેમાંથી એક યુવાને વીજપોલ પકડી લેતા તેનો બચાવ થયો હતો. જ્યારે અન્ય એક યુવાન પાણીમાં આગળ તણાય જતા ગામ લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી. જેને લઈ ડિઝાસ્ટર ટીમ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જો કે, 12 કલાક કરતા વધુ સમય થયો હજુ પણ યુવક ન મળતા શોધખોળ ચાલુ છે.

આખી રાત સર્ચ ઓપરેશન કર્યા બાદ NDRFની ટીમને આજે સવારે 10 વાગ્યે લાપતા યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો. મૃતકનું નામ જયદીપ ગિરધરભાઈ ભુવા છે. જયદીપનો મૃતદેહ પાણી અને ઝાડમાં ફસાયેલો હતો. હાલ મૃતદેહને પીએમ માટે ધોરાજી હોસ્પિટલ ખસેડ્યો છે.

ભારે વરસાદની ગામની નદી ગાંડીતૂર બની હતી
પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે તાલુકાના છાડવાવદર ગામે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. આ દરમિયાન બે યુવક પાણીમાં ચાલીને જતા હતા અને અચાનક બેલેન્સ ગુમાવતા બન્ને પાણીમાં તણાયા હતા. જે પૈકી એક યુવાન આગળ આવેલ વીજપોલ પકડી લેતા તેનો બચાવ થયો હતો. જ્યારે બીજો યુવાન પાણીના પ્રવાહમાં આગળ તણાયો હતો. બનાવ અંગે ગામ લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા છાડવાવદર તલાટી મંત્રી દ્વારા સાંજે 6.40 વાગ્યે ધોરાજી મામલતદારને જાણ કરવામાં આવી હતી.

ડિઝાસ્ટર ટીમ યુવકની શોધખોળ કરી રહી છે
ગામના તલાટી મંત્રી દ્વારા મામલતદારને જાણ કરવામાં આવતા ડિઝાસ્ટર ટીમ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જો કે 12 કલાક કરતા વધુ સમય થયો છતાં યુવકની ભાળ મળી નથી, જેથી તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. છાડવાદરના બસ સ્ટેન્ડ પાસે વરસાદના કારણે પાણીનું ઘોડાપૂર આવ્યું હતું અને ઉપરથી આવતા પાણીના સતત પ્રવાહના કારણે આ યુવાનો ચાલીને જતા સમયે દુર્ઘટના સર્જાય હતી. અને પાણીમાં તણાયેલ યુવકનું નામ જયદીપ હોવાનું સામે આવી રહ્યું છે

કાથરોટામાં પૂરમાં ભેંસ તણાઇ
​​​​​
આ તરફ ઉપલેટામાં પણ ધોધમાર વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. રવિવાર બાદ સોમવારે પણ ધોધમાર વરસાદ વરસતા ઉપલેટા પંથકમાં ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જેના પગલે ઉપલેટા તાલુકાના કાથરોટા ગામે એક પશુ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયાનું સામે આવ્યું હતું. કાથરોટા ગામે પાણીના પ્રવાહમાં એક ભેંસ તણાઈ હોવાની ઘટના સામે આવતા પશુપાલકમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે.


Spread the love

Related posts

વરસાદમાં પલળ્યો દવાઓનો મોટો જથ્થો:GMSCLના વેર હાઉસની બહાર લાખો રૂપિયાની દવાઓ અને સર્જિકલ વસ્તુઓને નુકસાન,સિવિલ હોસ્પિટલમાં સપ્લાય થતો જથ્થો

Team News Updates

રાજકોટીયન્સને મળી આવાસની ભેટ:1548 આવાસનું લોકાર્પણ અને 1010 આવાસોનું ખાતમુહૂર્ત કરાયું, PM મોદીએ સ્વચ્છતા જાળવવા અપીલ કરી

Team News Updates

લોકાર્પણ માટે નેતાજી પાસે સમય જ નથી!:રાજકોટના ભાવનગર રોડ પર સેટેલાઈટ બસ સ્ટેશન 6 માસથી તૈયાર; 4.50 કરોડના ખર્ચે 1326 ચો.મી.માં 13 પ્લેટફોર્મ બનાવ્યા

Team News Updates