News Updates
BUSINESS

લેટેસ્ટ આઈફોન ખરીદવો બેસ્ટ કે જૂની સિરીઝ:આઈફોન-15માં છે દમદાર કેમેરો અને ડાયનેમિક આઇલેન્ડ, ટાઈપ-C પોર્ટનો સમાવેશ પણ ચાર્જિંગ સ્પીડ ન વધી

Spread the love

ટેક કંપની Appleએ મંગળવારે રાત્રે એટલે કે 12 સપ્ટેમ્બરે તેની વંડરલસ્ટ ઇવેન્ટમાં iPhone 15 સિરીઝ લોન્ચ કરી છે. ભારતમાં iPhone-15ના 128 GB વેરિઅન્ટની કિંમત ₹79,900 અને iPhone-15 Plusના 128 GB વેરિઅન્ટની કિંમત ₹89,900 રાખવામાં આવી છે.

iPhone 15 Proનું 128 GB વેરિયન્ટ ₹ 1,34,900માં અને Pro Maxનું 256 GB વેરિયન્ટ ₹ 1,59,900માં ઉપલબ્ધ થશે. કંપનીએ આ વખતે પણ iPhoneની કિંમતમાં વધારો કર્યો નથી. iPhone 15 સિરીઝ એ જ કિંમતે લોન્ચ કરવામાં આવી છે જે કિંમતે iPhone 14 લોન્ચ કરવામાં આવ્યો હતો.

જોકે, ફોનના સ્પેસિફિકેશનમાં ઘણા મોટાં અપડેટ કરવામાં આવ્યાં છે. પ્રથમ વખત, Appleએ iPhoneના બેઝ વેરિઅન્ટમાં 48MP પ્રાયમરી કેમેરા અને Type-C ચાર્જિંગ પોર્ટ આપ્યો છે. જોકે, કંપનીએ ફોનની ચાર્જિંગ સ્પીડમાં કોઈ ફેરફાર કર્યો નથી. બેટરી લાઈફમાં પણ કોઈ ફેરફાર નથી. બંને 20 કલાક સુધીના વીડિયો પ્લેબેકની સમાન બેટરી લાઈફ ઓફર કરે છે.

બીજી તરફ, iPhone 14 સિરીઝ પણ ડિસ્કાઉન્ટ કિંમતે ઉપલબ્ધ છે. આ સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ નવો આઈફોન ખરીદવા માગે છે, તો કયો વિકલ્પ સારો રહેશે? આ સિવાય જેમની પાસે ગયા વર્ષે લોન્ચ થયેલા iPhones છે, તેમણે iPhones અપગ્રેડ કરવા જોઈએ? આ માટે, સૌ પ્રથમ આપણે iPhone 14 સિરીઝ અને iPhone 15 સિરીઝના સ્પેસિફિકેશનમાં તફાવત જાણીએ.

શું iPhone 15 ખરીદવો યોગ્ય રહેશે?
જો તમે લેટેસ્ટ પ્રોસેસર, બેસ્ટ કેમેરા અને ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ ધરાવતો iPhone ખરીદવા માગો છો, તો તમે iPhone 15 ખરીદી શકો છો. iPhone 14માં 12MP પ્રાઇમરી કેમેરા છે. જ્યારે iPhone 15માં 48MP પ્રાઇમરી કેમેરા છે. ફોટોગ્રાફી કરતા લોકો માટે iPhone 15 પર અપગ્રેડ કરવું વધુ સારો વિકલ્પ હોઈ શકે છે.

ડાયનેમિક આઇલેન્ડની સુવિધા નવા iPhoneનાં તમામ વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ હશે. ગયા વર્ષે, કંપનીએ પ્રો અને પ્રો મેક્સ વેરિઅન્ટમાં આ સુવિધા આપી હતી. આ ઉપરાંત, નવા રંગ વિકલ્પો પણ ઉપલબ્ધ છે. જો તમે પહેલીવાર iPhone ખરીદવા જઈ રહ્યા છો તો તમારે iPhone 15 ખરીદવો જોઈએ. તે જ સમયે, જો તમારું બજેટ ઓછું છે, તો iPhone 14 ખરીદવું પણ એક સારો વિકલ્પ હશે.

પ્રો અને મેક્સ વેરિઅન્ટમાં કેમેરામાં કોઈ ફેરફાર નથી
Appleએ iPhone 15 Pro અને iPhone 15 Max Proના કેમેરામાં કોઈ ફેરફાર કર્યો નથી. iPhone 14 Pro અને iPhone 14 Maxમાં 48MP+12MP+12MPનો ટ્રિપલ કેમેરા છે. આ જ કેમેરા સેટઅપ નવા iPhone 15 Pro અને iPhone 15 Max Proમાં પણ આપવામાં આવ્યો છે.

iPhone 15 સિરીઝમાં ચાર્જિંગ સ્પીડ iPhone 14 સિરીઝ જેવી જ છે
iPhone 14 અને 15 બંનેમાં કંપની 20W ચાર્જર વડે 30 મિનિટમાં ફોનની 50% બેટરી ચાર્જ કરવાનો દાવો કરે છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર, તમામ ફોનને એ જ ચાર્જિંગ સ્પીડ મળે છે જે iPhone 14 સીરીઝમાં ઉપલબ્ધ છે.


Spread the love

Related posts

આજે ખુલી રહ્યો છે સેલોનો IPO , 1900 કરોડ એકત્ર કરવાની તૈયારી, પર શેર પર થશે ₹120નો નફો

Team News Updates

મુકેશ અંબાણી વિશ્વના બીજા પાવરફૂલ CEO:ઈલોન મસ્ક અને સુંદર પિચાઈને પાછળ છોડ્યા, બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઈન્ડેક્સ 2024 જાહેર

Team News Updates

અદાણીએ વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ શરૂ કર્યો:હાલ માત્ર 551 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે, અદાણી ગ્રીન એનર્જીનો શેર 4% વધ્યો

Team News Updates