News Updates
Uncategorized

રાજકોટ પોલીસની ખાસ બ્રાંચે સગીર બાંગ્લાદેશી યુવતીને ઝડપી અને ઉચ્ચ અધિકારીને ભલામણનાં ફોન રણકતા તુલા રાશીનાં દલાલને જવા દેવાયો!!

Spread the love

તુલા રાશીનાં દલાલને ભલામણથી જવા દેનાર શહેર પોલીસની ખાસ બ્રાંચ પ્રકરણ ઢાંકવા માટે “સુસજ્જ”??

રાજકોટ, તા. ૩૦ જૂન: શહેરના ગોંડલ રોડ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોટેલમાં શહેર પોલીસની ખાસ બ્રાંચ દ્વારા અંદાજીત ૧૦ દિવસ પૂર્વે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, હોટેલમાં બાંગ્લાદેશથી લાવવામાં આવેલી એક સગીર યુવતી મળી આવી હતી, જે સંભવિત માનવ તસ્કરીના મામલાની તરફ ઈશારો કરે છે.આ મામલો ગંભીર હોવાથી શહેર પોલીસની ખાસ બ્રાંચ કડક કાર્યવાહી કરવાના મૂડમાં હતી અને આ સગીર બાંગ્લાદેશી યુવતીને લાવનાર તુલા રાશીનાં બે અક્ષરનામધારી દલાલને પણ દબોચી લેવામાં આવ્યો હતો. પરંતુ તુલા રાશીનાં દલાલનો ભલામણનો છેડો છેક રાજકોટ શહેર પોલીસનાં એક “મોટા સાહેબ” સુધી નીકળતા મોટા સાહેબે આ પ્રકરણમાં ઝંપલાવીને મામલો રફેદફે કરવા માટે ખાસ બ્રાંચનાં અધિકારીઓને સુચના આપી હતી અને અંતે તુલા રાશીનાં બે અક્ષરનામધારી દલાલને પોલીસે કોઈપણ કાર્યવાહી કર્યા વિના જ જવા દીધો હોવાની વાત સામે આવી છે.

આ રેડ દરમિયાન જે યુવતી મળી આવી છે, તે નાબાલીક હોવાની વિગતો બહાર આવી છે. જોકે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુનો દાખલ થવો જોઈએ ત્યારે, અનેક સૂત્રો એવી ચર્ચા કરે છે કે આખો મામલો “સેટિંગ” દ્વારા ખતમ કરી દેવામાં આવ્યો છે.

હાલમાં શહેરના ગોંડલ રોડ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોટેલમાં બાંગ્લાદેશની સગીર યુવતી પકડાઈ હતી તે ઘટનાના થોડા સમય પછી, સોશિયલ મીડિયામાં ઘટનાસંબંધિત એક ઓડિયો કે વીડિયો રેકોર્ડિંગ વાયરલ થયું છે. તેમાં સંભવિત રીતે પોલીસની ભૂમિકા અને સમગ્ર “સેટિંગ” વિશે ચર્ચાઓ થાય છે.

આ રેકોર્ડિંગ બહાર આવતા જ શહેરની ખાસ બ્રાંચએ હલચાલ મચી ગઈ છે અને સૂત્રોના જણાવ્યા મુજબ, અધિકારીઓએ તે કન્ટેન્ટ સોશિયલ મીડિયાથી “ડીલીટ” કરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો જે પોલીસ તપાસની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉઠાવે છે.

ઝડપાયેલ યુવતીઓ પૈકીની સગીર બાંગ્લાદેશી યુવતી ગુજરાતનાં એક જીલ્લાનાં નકલી આધારકાર્ડ બનાવીને રાજકોટમાં વસવાટ કરતી હોવાની માહિતી સુત્રોમાંથી મળી રહી છે.

      જો આ પ્રકારે આ યુવતીઓએ ખોટા આધારકાર્ડ બનાવીને પોતાની ખોટી ઓળખ ઉભી કરી હતી તો શા માટે યુવતીઓ પર કોઈ ગુન્હો દાખલ ન કરવામાં આવ્યો?? ઉપરાંત આ નકલી આધારકાર્ડ કોણે બનાવી આપ્યા હતા?? તે પણ મોટો સવાલ છે.

નકલી આધારકાર્ડ બનાવવા બદલ

1. આધાર અધિનિયમ, 2016 (Aadhaar Act, 2016):

  • કલમ 35:
    કોઈ વ્યક્તિ દ્વારા મિથ્યા માહિતી આપીને આધાર મેળવવો એ ગુનો છે.
    દંડ: જેલની સજા (વર્ષ સુધી) અને દંડ (અથવા બંને).
  • કલમ 36:
    આધાર માટે ખોટા દસ્તાવેજો આપવું અથવા ખોટી ઓળખ દર્શાવવી ગુનો છે.
    દંડ: 3 વર્ષ સુધી જેલ અને રૂ. 10,000 સુધી દંડ.

રાજકોટ શહેરમાં ઝડપાઈ આવેલી બાંગ્લાદેશી સગીર યુવતીને જે શખ્સ દ્વારા આશ્રય આપવામાં આવ્યું હતું, તે વ્યક્તિ વિશે આશંકા ઉઠી રહી છે કે તે દેહવ્યાપારના ગેરકાયદેસર ગોરખધંધામાં સંકળાયેલો દલાલ હોઈ શકે. મૂળ તુલા રાશિનો જણાવાતા આ શખ્સનું નામ હજુ ખુલાસે નથી થયું, પરંતુ તપાસ દરમિયાન આવા સંબંધો અંગે કયાંયક “પેટમાંથી વાત” બહાર આવવાની શક્યતા છે.

સૂત્રો જણાવે છે કે પોલીસને આ શખ્સની ઓળખ અને ભૂમિકા વિશે માહિતી હોવા છતાં પણ તેની સામે સીધી કાર્યવાહી કરવામાં ઢીલી નીતિ રાખવામાં આવી રહી છે કારણકે આ શખ્સ માટે મોટા સાહેબનો ભલામણનો ફોન રણક્યો હતો.


Spread the love

Related posts

HEART ATTACKનો હાહાકાર, વધી રહેલા કેસ વચ્ચે 18 વર્ષીય યુવતીનો હાર્ટ એટેકથી બુઝાયો જીવનદીપ

Team News Updates

KHODALDHAM હંમેશા લોકસેવાર્થે/ ગુજરાતનાં ૮ જીલ્લાઓમાં ખોડલધામ ખડેપગે

Team News Updates

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2023 ના કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પસનાલ પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું.

Team News Updates