News Updates
Uncategorized

શાપર-વેરાવળમાં બાઈક ચોરીમાં ૨ મહિના પૂર્વે ઝડપાયેલો બાળકિશોર ફરી ચોરી કરતો ઝડપાયો અને પોલીસને ફસાવવાનું કાવતરું ઘડ્યું હોવાની આશંકા!!

Spread the love

રાજકોટ, તા.૨૧:  શાપર વેરાવળમાં બાઈક ચોરીના ગુનામાં પકડાયેલા સગીરે ચોરી ઉપર સીનાજોરી કરી હોય તેવી પોલીસ મથકમાંથી બહાર આવી. પોતે કરેલા ગુનાનો પસ્તાવો કરવાના બદલે સામાપક્ષે, પોલીસે ખોટી રીતે બોલાવીને ડરાવી-ધમકાવીને પાટા વળી માર મારી બળજબરીપૂર્વક પોતાને ગુનાની કબુલાત કરાવી હોવાનો આક્ષેપ કર્યો હતો.

      પ્રાપ્ત વિગતો મુજબ પોતાને પોલીસે માર મારીને બળજબરીપૂર્વક ગુનાની કબુલાત કરી હોવાનાં આક્ષેપો કરતા સગીરને મોડી રાત્રે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઈમરજન્સી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

        ઉલ્લેખનીય છે કે, સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આશરે ૨ મહિના પૂર્વે તા.૨૫.૦૫.૨૦૨૫નાં રોજ આ સગીર તેમજ તેમના એક ૧૮ વર્ષીય સાથીદારને ચોરી સાથેના બે મોટરસાયકલ સાથે શાપર-વેરાવળનાં પોલીસ સ્ટાફે ઝડપી પાડ્યા હતા.

ત્યારબાદ શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.૧૮.૦૭.૨૦૨૫નાં રોજ અન્ય બે મોટર સાયકલોની ચોરીની તપાસમાં આ સગીર સહીત અન્ય એક ઇસમ બાઈક ચોરીને જતો હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેને અનુસંધાને શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનાં સ્ટાફે ગણતરીની કલાકોમાં ચોરીને ડિટેકટ કરીને સીસીટીવીમાં દેખાતા સગીર આરોપીને પૂછપરછ માટે રાત્રે ૮.૩૦ વાગ્યાનાં સુમારે બોલાવવામાં આવ્યો હતો. અને અંદાજે ૧૧.૩૯ વાગ્યાનાં સુમારે આરોપી સગીર હોવાથી પોલીસ સ્ટેશને રાખી શકાય નહિ જેથી સગીરની માતાએ પોલીસ સ્ટેશને બોલાવીને બીજે દિવસે સવારે ૧૧ વાગ્યે વધુ પૂછપરછ માટે હાજર કરવાની સમાજ આપીને તેને જવા દેવામાં આવ્યો હતો. આ દરમ્યાન સગીરને કોઈપણ પ્રકારે માર ન માર્યો હોવાની માહિતી માહિતી પોલીસ સુત્રોમાંથી મળી રહી છે.

        ત્યારબાદ ૧૧.૩૯ એ સગીર યુવક તેની માતા સાથે ઘરે પરત જવા માટે નીકળ્યા બાદ રાત્રે ૩ વાગ્યાનાં સુમારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો.જે શંકાસ્પદ હોવાનું સુત્રોનું તારણ મનાઈ રહ્યું છે.

હાલના સમયમાં જ્યારે ન્યાયપ્રણાલીની વિશ્વસનીયતા અને પોલીસ તંત્ર ઉપર લોકોને વિશ્વાસ જાળવવો જરૂરી બની ગયો છે, ત્યારે કોઈ પણ પ્રકારના અજમાયેલા કે કાવતરાપૂર્ણ આરોપો ખૂબ ગંભીરતાથી જોવાના રહે છે.

શાપર-વેરાવળના તાજેતરના બનાવમાં સગીર આરોપી પર થયેલા કથિત આક્ષેપો અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. જો આ આરોપો સાચા છે તો પોલીસ તંત્રની જવાબદારી છે કે યોગ્ય પગલાં ભરે. પરંતુ જો આ સંપૂર્ણ પ્રકરણ એક કાવતરું હોય — જેનાથી પોલીસ તંત્રને બદનામ કરવામાં આવે, તો જીલ્લા પોલીસ વડાએ જાતે આ મુદ્દો હસ્તક્ષેપ કરીને, પક્ષપાતરહિત અને પુરાવા આધારિત તપાસ શરૂ કરે તે અત્યંત જરૂરી છે.


Spread the love

Related posts

Paris Paralympics 2022:17 વર્ષની શીતલ પ્રથમ વખત પેરાલિમ્પિક ગેમ્સનો ભાગ બનશે, હાથ વગર પોતાની તાકાત દેખાડશે

Team News Updates

એક થા ટાઈગર અને ટાઈગર ઝિંદા હૈએ બોક્સ ઓફિસ પર મચાવ્યું હતુ તોફાન, હવે ત્રીજા ભાગમાં શું કરશે ભાઈજાન?

Team News Updates

ચાના કપમાં IPLનો સટ્ટો: કપમાં QR કોડ:સ્કેન કરોને ખૂલે ઓનલાઇન જુગારનો ID, રાજકોટના હાઇટેક બુકીની ટેક્નિક જાણીને ચોંકી જશો

Team News Updates