53 વર્ષ જૂના ભાડૂઆતને 1400ના બદલે 14000નું વેરા બિલ ફટકારાયું

0
92

ઢેબર રોડ પર મહાનગરપાલિકાએ આંબેડકર ભવનમાં 53 વર્ષ પહેલા દુકાનો ભાડે આપી હતી. બાદમાં ઢેબર રોડ પહોળો કરવા નવું બિલ્ડિંગ બનાવ્યું હતું અને ભાડૂઆતને આ દુકાનમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં કોઇ પણ જાતની ભાડાચિઠ્ઠી ચેન્જ કર્યા વગર વેપારીઓ તે દુકાનમાં શિફ્ટ થયા છે, પરંતુ અગાઉ દુકાનોનો વાર્ષિક વેરો રૂ.1400 આવતો હતો જે વધુ રૂ.14000 આવવા લાગ્યો છે. જેના પગલે વેપારીઓએ ટેક્સ વિભાગમાં કોર્પોરેટર અતુલ રાજાણીની આગેવાનીમાં રજૂઆત કરી હતી કે, કોર્પોરેશનના બિલ્ડિંગમાં જ દુકાન જૂની ભાડાચિઠ્ઠી પ્રમાણે જ જૂના ભાડૂઆત તરીકે જ કોઇ પણ જાતના ચેન્જ વગર અને ભાડાચિઠ્ઠીમાં ફેરફાર કર્યો નથી. માત્ર રોડ પહોળો કરતા હોય દુકાન પાછળ નવી દુકાન બનાવી તેમાં શિફ્ટ થયા છીએ. આમ છતાં 21 દુકાનદારને ટેક્સના ઊંચા બિલ આપી દેવામાં આવ્યા છે. 50 વર્ષ પહેલા રાજકોટ બરો મ્યુનિસિપાલિટી પાસેથી હરાજીમાં સુખડીની રકમ આપીને લીધી હતી. અને જે તે સમયે ભાડાચિઠ્ઠીમાં ટેક્સની જવાબદારી અમારી દર્શાવી હતી, પરંતુ હવે નવી બિલ્ડિંગ મનપાએ બનાવી અને ટેક્સ અમારો વધી ગયો છે તે યોગ્ય નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here