રાંધણગેસની સબસીડી તાકીદે લાભાર્થીના ખાતામાં જમા કરવા મહિલા કોંગ્રેસની ઉગ્ર રજુઆત

0
386
લાભાર્થીઓને મળવાપાત્ર રકમમાથી એકપણ રૂપિયો મળ્યો ન હોવાનો આક્ષેપ

છેલ્લા ૧૧ (અગીયાર) મહિનામાં પેટ્રોલ ડીઝલ અને ગેસના બાટલામાં ભાવ કૂદકે અને ભૂસકે આગળ વધી રહ્યાં છે. સમગ્ર દેશમાં અને રાજયમાં મોઘવારીએ માઝા મૂકી છે.

રાજયનાં ૯૩ લાખથી (ત્રાણુ) વધારે પરિવારોને મે-જૂન-જુલાઇ (૨૦૨૦)થી ગેસની એજન્સીઓ દ્વારા ગેસના બાટલાના પુરેપરા પૈસા વસુલવામાં આવે છે. સરકાર દ્વારા સબસીડી રૂપે ગેસના બાટલાના સરેરાશ રૂ૧૪૦થી ૨૦૦ રૂપિયા સુધીની મળવાપાત્ર રકમમાંથી એક ફદીયું પણ સરકાર દ્વારા લાભાર્થીના ખાતામાં જમા આપવામાં આવ્યું નથી અને ઉપરથી જે બાટલો સપ્ટેમ્બર-૨૦૧૯ માંરૂ૫૮૫ મા મળતો હતો. તે જૂલાઇ ૨૦૨૦માં ૭૦૦ની સપાટીએ પહોંચવા આવ્યા છે ત્યારે જનતા ગેસના ભાવ વધારાથી ત્રસ્ત બની છે અને સરકાર દ્વારા મળવાપાત્ર સબસડીની રકમ લાભાર્થીને ન મળતા ગરીબ માણસ પીસાઇ રહ્યો છે. એકબાજુ સરકાર મફતમાં ઘઉં-ચોખા અને ચણાનું વિતરણ કરે છે જયારે બીજી તરફ એજ સરકાર અસહ્ય મોંઘવારીને ડામ આપી પેટ્રોલીયમ પેદાશો અને ગેસના બાટલાનો ભાવ વધારો કરી જનતાના ખીસ્સા ખંખેરી રહી હોય તેવી વેદના રાજયનો સામાન્ય માણસ અનુભવી રહ્યો છે. ત્યારે રાજયના ૯૩ લાખ પરિવારોને રાંધણ ગેસના બાટલામાં મળવાપાત્ર સબસીડીની રકમ તાત્કાલીક ધોરણે લાભાર્થીઓના ખાતામાં જમા થાય, અને ગેસ એજન્સીઓ દ્વારા પણ આ પ્રકારના લાભાર્થીઓને સાચી માહિતી પુરી પાડવામા આવે તેવી રજૂઆત શહેર મહિલા કોંગ્રેસે જિલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રીને કરી છે.

રજૂઆત વેળાએ નયનાબા જાડેજા, હિરલબા રાઠોડ, ધારાબા સિંઘવ, દિપ્તીબેન સોલંકી, દિનાબેન ચૌહાણ, પ્રફુલ્લાબેન ચૌહાણ, રીટાબેન વડેચા, શાન્તાબેન મકવાણા, જયાબેન ટાંક વગેરે ઉપસ્થિત રહ્યા હતા.