News Updates
NATIONAL

PM મોદીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, મુંબઈ પોલીસને આવ્યો મેસેજ

Spread the love

શનિવારે મુંબઈ ટ્રાફિક પોલીસને PM મોદીને જાનથી મારી નાખવાની ધમકીનો મેસેજ મળ્યો હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તેઓએ તપાસ શરૂ કરી દીધી છે. નંબર ચેક કરતાં તે રાજસ્થાનનો હોવાનું જાણવા મળ્યું હતું. શંકાસ્પદ વ્યક્તિને પકડવા માટે એક ટીમ ત્યાં મોકલવામાં આવી છે.
મુંબઈ પોલીસને શનિવારે વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપતો મેસેજ મળ્યો હતો. મુંબઈ ટ્રાફિક પોલીસની હેલ્પલાઈન પર મળેલા આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી (ISI)ના બે એજન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. મેસેજ મળતા જ મુંબઈ પોલીસની ટીમ એલર્ટ થઈ ગઈ હતી. ધમકીભર્યા મેસેજ પર પોલીસ અધિકારીએ કહ્યું કે અમે જે નંબર પરથી આ મેસેજ આવ્યો હતો તેની તપાસ કરી હતી. અમને ખબર પડી કે આ નંબર અજમેર રાજસ્થાનનો છે. અમારી એક ટીમ શંકાસ્પદ વ્યક્તિને પકડવા માટે તાત્કાલિક રાજસ્થાન રવાના થઈ ગઈ છે.


Spread the love

Related posts

21 સપ્ટેમ્બરે શપથ લેશે આતિશી સાથે નવી કેબિનેટ: મુકેશ અહલાવત નવા કેબિનેટ મંત્રી, ગોપાલ રાય- સૌરભ ભારદ્વાજ સહિત પાંચ કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે

Team News Updates

2 અગ્નિવીરના મોત નાશિકની આર્ટિલરી સ્કૂલમાં:ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન શેલ બ્લાસ્ટ થયો હતો, કોર્ટ ઓફ ઈન્ક્વાયરી શરૂ

Team News Updates

અરવલ્લી જિલ્લામાં વિરામ બાદ વરસાદ, અંબાજી જતા પદયાત્રીઓને સર્જાઈ હાલાકી

Team News Updates