News Updates
RASHIFAL

4 ગ્રહોની ગતિમાં ફેરફાર2025માં:શનિ, રાહુ, કેતુ અને ગુરૂના ગોચરથી મેષ-મિથુન સહિત 3 રાશિના જાતકોને અણધાર્યો લાભ થશે

Spread the love

વર્ષ 2025 ને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હવે ઘણા લોકો નવા કામને લઈને ગ્રહોની ચલ, યોગ, શુભ સમય જોઈને નવું કાર્ય શરૂ કરતાં હોય છે ત્યારે વૈદિક જ્યોતિષ મુજબ 4 ગ્રહોની ગતિમાં ફેરફાર થશે. નવા વર્ષમાં શનિ, રાહુ, કેતુ અને ગુરુ તેમની ચાલ બદલશે અને 5 રાશિઓને લાભ થશે. ચાલો જાણીએ, આ ગ્રહોની ચાલમાં પરિવર્તનની તારીખો કઈ છે અને આ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેને તેમની ચાલમાં ફેરફારથી ફાયદો થશે?

શનિ ગોચર દંડ અને કર્મના સ્વામી અને ન્યાયાધીશ શનિ કુંભ રાશિમાં સ્થિત છે. આ વર્ષે એટલે કે 2024માં શનિનું કોઈ ગોચર નથી પરંતુ 2025માં શનિ 29 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિ બે વાર નક્ષત્ર બદલશે. તેઓ 28મી એપ્રિલે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર અને 3જી ઓક્ટોબરે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે.

ગુરુ ગોચર 2025માં ગુરુ ત્રણ વખત રાશિ પરિવર્તન કરશે. ગુરુ 14 મેના રોજ મિથુન રાશિમાં, 18 ઓક્ટોબરે કર્ક રાશિમાં અને 5 ડિસેમ્બરે ફરીથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ 3 વખત નક્ષત્ર પરિવર્તન કરશે. તેઓ 10 એપ્રિલે મૃગશિરા, 14 જૂને આર્દ્રા અને 13 ઓગસ્ટ, 2025ના રોજ પુનર્વસુ નક્ષત્રમાં ગોચર કરશે.

રાહુ ગોચર છાયા ગ્રહ રાહુ 30 ઓક્ટોબર 2023 થી મીન રાશિમાં સ્થિત છે. આ વર્ષે એટલે કે 2024માં રાહુએ કોઈ રાશિમાં ગોચર કર્યું નથી પરંતુ રાહુ 2025 માં 18 મેના રોજ કુંભ રાશિમાં ગોચર કરશે. રહું 2 વાર નક્ષત્ર બદલશે. રાહુ 24 ફેબ્રુઆરીએ પૂર્વા ભાદ્રપદમાં અને 23 નવેમ્બરે શતભિષા નક્ષત્રમાં ગોચર કરશે.

કેતુ ગોચર કેતુ 18 મેથી સિંહ રાશિમાં ગોચર કરશે. રાહુની જેમ તે પણ બે વાર નક્ષત્ર બદલશે. રાહુ ગ્રહ 7 ફેબ્રુઆરીએ હસ્તમાં અને 10 નવેમ્બરે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે.

રાશિચક્ર પર અસર ગુરુ, શનિ અને રાહુ-કેતુ તેમની ધીમી ગતિને કારણે રાશિચક્ર પર લાંબા ગાળાની અસર કરશે. સ્થાન અને હિલચાલના બદલાવને કારણે 5 રાશિના લોકોના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો થવાની સંભાવના છે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે?

મેષ મેષ રાશિના જાતકોને ગુરુની કૃપાથી નાણાકીય લાભની સંભાવનાઓ છે. કરિયરમાં પણ પ્રગતિની તકો છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં સફળતા મળશે. ઉચ્ચ શિક્ષણ માટે સારી તકો મળી શકે છે. નવી નોકરી મળી શકે છે. સર્જનાત્મક કાર્યમાં સફળતા મળશે. યાત્રાઓ દરમિયાન નવી વ્યવસાયિક તકો ઊભી થઈ શકે છે. વિદેશ પ્રવાસની તકો છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુન મિથુન રાશિના જાતકો માટે પ્રવાસની શક્યતાઓ છે. તમે નવા લોકો સાથે મુલાકાત કરી શકો છો. વિદ્યાર્થીઓને કેમ્પસ સિલેક્શન દ્વારા નોકરી મેળવવાની તકો છે સંપત્તિ સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે. નવું વાહન ખરીદવાની સંભાવના છે. પ્રેમ જીવનમાં મધુરતા રહેશે. પારિવારિક જીવન સુખદ રહેશે. પરિવાર સાથે સમય પસાર કરવા માટે આ વર્ષ સારું છે.

કર્ક કર્ક રાશિના જાતકોમાં ગુરુની કૃપાથી આત્મવિશ્વાસ વધશે. સર્જનાત્મક કાર્યમાં સફળતા મળશે. આવકમાં વધારો થવાને કારણે આર્થિક સ્થિતિ મજબૂત બનશે.. વિદ્યાર્થીઓની કારકિર્દીમાં પ્રગતિની તકો છે. પરિવાર સાથે સમય પસાર કરવા માટે સારો મહિનો છે. પ્રેમ જીવનમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.]

ધન ધન રાશિના જાતકો માટે આર્થિક લાભ માટે આ વર્ષ ઘણું સારું રહેશે. રાહુની અનુકૂળ સ્થિતિને કારણે સર્જનાત્મકતા વધશે. નવી કળા શીખવા અથવા નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ સારો સમય છે. પ્રવાસની શક્યતાઓ છે. નવા મિત્રો બનશે. નવો બિઝનેસ શરૂ કરવાની તક મળી શકે છે. વ્યવસાય હોય, અભ્યાસ હોય કે નોકરી, જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો આ વર્ષ તમારા માટે ઘણું સારું રહેશે.

કુંભ કુંભ રાશિના જાતકો માટે આ વર્ષ રોમાંચક રહેશે. ગુરુની કૃપાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારી મહેનત ફળ આપશે અને તમને સફળતા મળશે. નાણાકીય લાભ થવાની સંભાવના છે. નવી જમીન કે મકાન ખરીદવાની શક્યતાઓ છે. વેપારમાં વૃદ્ધિની સંભાવના છે. તમે નવા લોકો સાથે મુલાકાત કરી શકો છો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આધ્યાત્મિક વિકાસ માટે આ વર્ષ ઘણું સારું રહેશે.


Spread the love

Related posts

Horoscope:વેપાર-ધંધામાં લાભના સંકેત આ 3 રાશિના જાતકોને આજે

Team News Updates

૨,મેં,૨૦૨૩- દૈનિક રાશીફળ/ શું છે આજનું આપનું રાશિ ભવિષ્ય…

Team News Updates