સોમનાથ મહાદેવના દર્શન કરતા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

0
304
કાલે જસદણ-વિંછીયા તાલુકાના પ્રવાસે

કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ સોમનાથની મુલાકાત કરી હતી. ત્યારે સોમનાથ મહાદેવની પુજા, અર્થના, દર્શન કરી ધન્યતા મેળવી હતી. કાલે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા જસદણ અને વીંછીયા તાલુકાના પ્રવાસે જઇ રહ્યા છે. જયાં નલ સે જલ યોજના ના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. પાણી પુરવઠા, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળીયા કાલે સવારે ૧૨:૦૦ કલાકે વીંછીયા તાલુકાના ગઢાળા ખાતે વાસ્મો અંતર્ગત “નલ સે જલ યોજના ના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ સાંજે  ૧૭:૦૦ કલાકે જસદણ ખાતે રાજાવડલામાં સામાજિક પ્રસંગમાં ઉપસ્થિત રહેશે.