સુત્રાપાડા ના વડોદરા ઝાલા ગામે ગોચરની જમીન પર R.O પ્લાન્ટ નો ઉગ્ર વિરોધ મહિલાવો રણચંડી બની આવી મેદાને.

0
108

આખું ગામ વિરોધ માં છતાં તંત્ર દ્વારા કાર્યવાહી વિરોધ કરી રહેલ ગ્રામજનો ની વ્હારે જાહેર માં આવવા આગેવાનો મુંઝવણમાં મુકાયા હતા ગામ ના ગૌચર બચાવવા રાજકીય સામાજિક આગેવાનો નો સહકાર ના મળતા ગામની મહિલાઓ નો નવતર પ્રયોગ અપનાવ્યો હતો જેથી સોશીયલ મીડિયા ના સહારે આગેવાનો ને લીધા ઉધડા ધરણાં પર બેસેલ ગામ ની મહિલાઓ દ્વારા રાજકીય અને સામાજીક આગેવાનો ને ફોન પર મદદ ની દુહાર માજી કેબિનેટ મંત્રી, વર્તમાન ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા તાલુકા ના આગેવાનો સાથે ટેલિફોનિક વાત ની ઓડિયો કલીપ સોશિયલ મીડિયા માં વાયરલ. જેથી વાયરલ ઓડિયો કલીપ ને પગલે રાજકીય સામાજીક આગેવાનો ખુલ્લા પડ્યા હતા છેલ્લા પાંચ દિવસ થી ગ્રામજનો ઘરણાં સાથે કરી રહ્યા છે વિરોધ છતાં પણ ખાનગી કંપની દ્વારા પોલીસ રક્ષણ મેળવી જમીન નો કબ્જો મેળવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવા આવી રહ્યા છે.


કોઈ કદાવર આગેવાન ઝાલા વડોદરા ની મહિલાવો ના સહારે કેમ ના આવ્યા ? શામાટે ? આ દેશની નારીને રણચંડી બનવા મજબુર કરાય રહી છે ? કોને લાભ ? કોણ પરદા પાછળ રોટલા ચેકી રહ્યું છે આવી અનેક પ્રકાર ની વાતોએ સુત્રાપાડા તાલુકામાં જોર પકડ્યું. કોણ આવશે ? સહારે. ? અનેક તર્ક વિતર્ક ની વાતો…?

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here