News Updates
Uncategorized

RAJKOT મહાનગરપાલિકા : ભાજપનો ભવ્ય વિજય, કોંગ્રેસ સીમિત, AAP ખાતું પણ ન ખોલી શકી : વાંચો વિગતે

Spread the love

ભાજપનાં ભવ્ય વિજય વચ્ચે “NO REPEAT” નાં નિર્ણયથી “NO EFFECT”, જૂના નેતાઓને સંદેશ—સંગઠનથી ઉપર કોઈ નથી

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનાં આજે જાહેર થયેલ પરિણામોએ શહેરની રાજકીય દિશા સ્પષ્ટ કરી દીધી છે. કુલ ૧૮ વોર્ડની ૭૨ બેઠકોમાંથી ૬૫ બેઠકો જીતીને ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસને ફક્ત ૭ બેઠકો મળતાં તે સીમિત રહી છે. સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે આમ આદમી પાર્ટી (AAP) એકપણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે તેનું ખાતું પણ ખુલ્યું નથી.

ભાજપનો એકતરફી દબદબો

રાજકોટમાં ભાજપે ફરી એકવાર પોતાનો મજબૂત સંગઠન અને મતદારો પરની પકડ સાબિત કરી છે. શહેરના મોટા ભાગના વોર્ડોમાં ભાજપના ઉમેદવારોને સ્પષ્ટ બહુમતી મળતા વિરોધ પક્ષો માટે કોઈ મોટી તક જ ઊભી થઈ નથી.
સ્થાનિક મુદ્દાઓ, સંગઠનશક્તિ અને મજબૂત ગ્રાઉન્ડ કનેક્શનના કારણે ભાજપે આ ચૂંટણીમાં ‘વન-સાઈડેડ’ જીત નોંધાવી છે.

કોંગ્રેસનો સીમિત દેખાવ

કોંગ્રેસ પક્ષે ૭ બેઠકો જીતતાં પોતાની હાજરી નોંધાવી છે, પરંતુ તે પ્રભાવશાળી બની શક્યો નથી.
ખાસ કરીને વોર્ડ નં. ૧૫ અને ૧૬માં કોંગ્રેસને થોડું સફળતા મળી છે.

  • વોર્ડ નં. ૧૫માં કોંગ્રેસે ૩ બેઠકો જીત્યા
  • વોર્ડ નં. ૧૬માં કોંગ્રેસે ૪ બેઠકો મેળવ્યા

વોર્ડ નં. ૧૬માં જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડીમોલિશન મુદ્દાની અસર મતદાન પર જોવા મળી હોવાની ચર્ચા છે, જેના કારણે અહીં કોંગ્રેસને ફાયદો થયો હોવાનું માનવામાં આવે છે.

આમ આદમી પાર્ટી: ગ્રાઉન્ડથી EVM સુધીનો ગેપ

આ ચૂંટણીમાં સૌથી મોટું આશ્ચર્ય આમ આદમી પાર્ટી માટે રહ્યું છે.
ગ્રાઉન્ડ પર પાર્ટી માટે સકારાત્મક માહોલ દેખાતો હોવા છતાં તે મતપેટી (EVM) સુધી રૂપાંતરિત થઈ શક્યો નથી.

AAPએ રાજકોટમાં ઘણા હાઈ-પ્રોફાઈલ વોર્ડમાં જોરદાર કેમ્પેઇન કર્યું હતું, પરંતુ પરિણામોમાં તે સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.

વોર્ડ નં. ૪: હાઈ-પ્રોફાઈલ હાર

વોર્ડ નં. ૪, જેને આમ આદમી પાર્ટીનો હાઈ-પ્રોફાઈલ વોર્ડ માનવામાં આવતો હતો, ત્યાં પણ પાર્ટીને નિરાશાજનક પરિણામ મળ્યું.
AAPના ઉમેદવાર રાહુલ ભૂવા ભાજપ સામે ટક્કર આપી શક્યા નહીં અને હારનો સામનો કરવો પડ્યો.
આ હારને કારણે પાર્ટીનું ખાતું ખોલવાની શક્યતા પણ સમાપ્ત થઈ ગઈ.

શું છે મનપાની ૨૦૨૬ ની ચૂંટણીનું એનાલીસીસ.

  1. ભાજપનું સંગઠન અને મતદારો પર વિશ્વાસ અડગ રહ્યો
  2. કોંગ્રેસને સ્થાનિક મુદ્દાઓ પર મર્યાદિત લાભ મળ્યો
  3. AAPનો ગ્રાઉન્ડ સપોર્ટ મતમાં પરિવર્તિત થયો નહીં
  4. જંગલેશ્વર ડીમોલિશન જેવા મુદ્દાઓનો અસર ચોક્કસ વિસ્તારોમાં જોવા મળ્યો

આ પરિણામો રાજકોટની રાજકીય દિશા માટે મહત્વપૂર્ણ સંકેત આપે છે. ભાજપ માટે આ જીત વિકાસના એજન્ડાને આગળ વધારવા માટે મજબૂત મંડેટ તરીકે જોવામાં આવે છે. બીજી તરફ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ પરિણામો આત્મમંથન અને સંગઠન મજબૂત કરવાની જરૂરિયાત દર્શાવે છે.

રાજકોટ મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં મતદારોનો સ્પષ્ટ સંદેશ છે — શહેરમાં ભાજપ પર વિશ્વાસ યથાવત છે. કોંગ્રેસ મર્યાદિત વિસ્તાર સુધી સીમિત રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી માટે આ પરિણામ મોટો ઝટકો સમાન છે.
આ ચૂંટણીના પરિણામો આગામી સમયમાં ગુજરાતની રાજનીતિમાં પણ અસરકારક સાબિત થઈ શકે છે.

“નો રીપીટ” સ્ટ્રેટેજી વચ્ચે પણ ભાજપનો દબદબો યથાવત, નારાજગી છતાં મતદારોનો સ્પષ્ટ સમર્થન

ભાજપ દ્વારા આ ચૂંટણીમાં અપનાવવામાં આવેલી ટિકિટ ફાળવણીની નવી નીતિ અને ખાસ કરીને “નો રીપીટ” થિયરીએ રાજકોટની રાજનીતિમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો હતો. લાંબા સમયથી કાર્યરત અને પ્રભાવશાળી જૂના કોર્પોરેટરોને ટિકિટ ન આપવાના નિર્ણયથી પક્ષની અંદર અસંતોષનો માહોલ પણ સર્જાયો હતો. શહેરના ઘણા પ્રભાવશાળી નેતાઓના વોર્ડોમાં આંતરિક અસંતોષ હોવા છતાં ભાજપે નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે પરિણામોએ સાબિત કર્યું કે આ સ્ટ્રેટેજી પાર્ટી માટે અસરકારક સાબિત થઈ છે. નારાજગી અને અંદરની ખીચતાણ હોવા છતાં મતદારો ભાજપના પક્ષમાં જ એકતરફી રીતે ઉભા રહ્યા અને મોટા અંતરથી જીત અપાવી. આ પરિસ્થિતિ ભાજપ માટે માત્ર ચૂંટણી જીત પૂરતી નથી, પરંતુ એ પક્ષની અંદર શિસ્ત અને નિર્ણયક્ષમતાનો પણ મજબૂત સંદેશ છે. “નો રીપીટ” સિદ્ધાંત દ્વારા ભાજપે સ્પષ્ટ કરી દીધું છે કે વ્યક્તિ કરતાં સંગઠન મોટું છે અને પાર્ટીની લાઇન સામે કોઈપણ પ્રકારની બળવો કે નારાજગી સહન નહીં કરવામાં આવે.


Spread the love

Related posts

વિશ્વના ટોચના પ્રદૂષિત શહેરો 2023 : વિશ્વના ટોચના 20 પ્રદૂષિત શહેરમાં ભારતના 15 શહેરનો સમાવેશ, જાણો કયા કયા છે શહેર

Team News Updates

શાપર-વેરાવળમાં બાઈક ચોરીમાં ૨ મહિના પૂર્વે ઝડપાયેલો બાળકિશોર ફરી ચોરી કરતો ઝડપાયો અને પોલીસને ફસાવવાનું કાવતરું ઘડ્યું હોવાની આશંકા!!

Team News Updates

Mahisagar:ચોકીદારનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો:લુણાવાડા કુમાર છાત્રાલયમાં ચોકીદાર યુવકની પંખે લટકેલી ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

Team News Updates