News Updates
Uncategorized

Mahisagar:ચોકીદારનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો:લુણાવાડા કુમાર છાત્રાલયમાં ચોકીદાર યુવકની પંખે લટકેલી ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

Spread the love

સરકારી કુમાર છાત્રાલયમાંથી યુવકની લટકતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવ મહીસાગર જિલ્લાના લુણાવાડા પાસે આવેલ સોનેલા ગામનો છે કે જ્યાં, બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે અનુસૂચિત જાતિ કુમાર છાત્રાલયમાં પંખે રસ્સી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવક દ્વારા કોઇ અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ત્યારે સમગ્ર બનાવની જાણ થતાં લુણાવાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી બનાવ અંગે તપાસ હાથ ધરી છે. ત્યારે મોતનું સાચું કારણ પોલીસ તપાસમાં જ બહાર આવશે કે આ હત્યા છે કે આત્માહત્યા ??

સરકારી કુમાર છત્રાલય લુણાવાડા ખાતે આઉટસોર્સિંગ ચોકીદાર તરીકે ફરજ બજાવતા હરમેશભાઈ રમણભાઈ ચૌહાણ સવારે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરાઈ હતી. તેઓ અંદાજે 5 વર્ષથી અહીં ફરજ બજાવતા હતા. ચૌહાણ હરમેશભાઈ લુણાવાડાના જ રહેવાસી છે. આ બનાવ અંગે અમે અમારા સાહેબને જાણ કરેલી છે અને તેમના દ્વારા HOમાં પણ જાણ કરવામાં આવી છે એમ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીએ જણાવ્યું હતું.


Spread the love

Related posts

સિક્કિમ પર ભારે જોખમ:પાવર સ્ટેશન  ખરી પડ્યું,હચમચી જાવ તેવું ભૂસ્ખલન

Team News Updates

Paris Paralympics 2022:17 વર્ષની શીતલ પ્રથમ વખત પેરાલિમ્પિક ગેમ્સનો ભાગ બનશે, હાથ વગર પોતાની તાકાત દેખાડશે

Team News Updates

વિશ્વના ટોચના પ્રદૂષિત શહેરો 2023 : વિશ્વના ટોચના 20 પ્રદૂષિત શહેરમાં ભારતના 15 શહેરનો સમાવેશ, જાણો કયા કયા છે શહેર

Team News Updates