ખેતીમાં પાણીના કાર્યશ્રમ ઉપયોગ તેમજ મગના પાકમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ વિશે ખેડૂતોને અપાઈ માહિતી
નેશનલ ફૂડ સિક્યુરીટી મિશન અંતર્ગત કલસ્ટર ફ્રન્ટ લાઇન ડેમોન્સ્ટ્રેશનના ભાગ રૂપે ઉનાળુ મગના પાકમાં ઉના તાલુકાના વાંસોજ ગામમાં ક્ષેત્ર દિવસ ઉજવણીનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તેમજ અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશન, કોડીનાર દ્વારા કરવામાં આવેલ આવ્યુ હતુ. જેમાં ૩૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં કેવિકેના વડા શ્રી જીતેન્દ્રસિંહએ ખેતીમાં પાણીના કાર્યશ્રમ ઉપયોગ વિશે માહિતી આપી હતી તેમજ પાક સંરક્ષણ નિષ્ણાંત શ્રી રમેશભાઈ રાઠોડે મગના પાકમાં સંકલિત રોગ જીવાત તેમજ નિયંત્રણ અને અખતરા સહિતની માહિતી ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પાક સંરક્ષણ નિષ્ણાંત, શ્રી રમેશભાઈ રાઠોડ, કેવિકે કોડીનાર દ્વારા કરવામાં આવ્યું હતું.
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)