News Updates
Uncategorized

સિક્કિમ પર ભારે જોખમ:પાવર સ્ટેશન  ખરી પડ્યું,હચમચી જાવ તેવું ભૂસ્ખલન

Spread the love

સિક્કિમમાં મંગળવારે સવારે ભૂસ્ખલનને કારણે નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (NHPC) તિસ્તા સ્ટેજ 5 ડેમનું પાવર સ્ટેશન ધરાશાયી થયું. છેલ્લા કેટલાક અઠવાડિયામાં વારંવાર નાના ભૂસ્ખલનને કારણે, 510 મેગાવોટ પાવર સ્ટેશન ભૂસ્ખલનના જોખમમાં હતું. મંગળવારે પાવર સ્ટેશનને અડીને આવેલી ટેકરીનો મોટો ભાગ લપસીને પાવર સ્ટેશન પર પડ્યો હતો. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. કારણ કે સતત ભૂસ્ખલનને કારણે પાવર સ્ટેશનને થોડા દિવસો પહેલા ખાલી કરાવવામાં આવ્યું હતું. દેશના ઘણા રાજ્યોમાં ક્યાંક ભારે તો ક્યાંક વરસાદી ઝાપટાં ચાલુ છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ 107 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ચમ્બામાં ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. શિમલા હવામાન વિભાગે બુધવાર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.


Spread the love

Related posts

સોમનાથ ટ્રસ્ટ દ્વારા TFC ભવન ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

Team News Updates

અરવલ્લીઃબાયડ તાલુકાના પેન્ટરપુરાના સોલંકી પરિવારના રસ્તાના કાયમી નિકાલ માટે પ્રાંત કચેરીએ ધરણાં

Team News Updates

અરવલ્લીઃબાયડ તાલુકાના જીતપુર ગામે રસ્તા પૈકીના કેટલાંક દબાણો દૂર કરાતાં કહીં ખુશી કહીં ગમના દ્રશ્યો સર્જાયા

Team News Updates