News Updates
Uncategorized

51 હજાર પંચમુખી રુદ્રાક્ષની 13 ફૂટ ઊંચું શિવલિંગ બનાવાયું, મહેસાણાના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં

Spread the love

શિવજીના ભક્તિમય શ્રાવણ માસમાં મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં 51 હજાર રુદ્રાક્ષનું અલૌકિક શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. અહી તૈયાર કરાયેલ રુદ્રાક્ષના શિવલિંગ માટે રુદ્રાક્ષ નેપાળથી મંગાવવામાં આવ્યા છે. રુદ્રાક્ષને ભગવાન શિવનું પ્રિય આભૂષણ પણ માનવામાં આવે છે અને વિદ્વાનો અને શાસ્ત્રોના મતે રુદ્રાક્ષ પહેરવાથી દિર્ઘાયુ તથા મનુષ્યને અકાળ મૃત્યુથી રક્ષા કરનાર મનાય છે.

ગૃહસ્થ વ્યક્તિઓ માટે ઉપાર્જન અને કામ પ્રદાન કરવા, સંન્યાસિઓ માટે ધર્મ અને મોક્ષ પ્રદાન કરનાર મનાય છે. રુદ્રાક્ષ મનુષ્યની શારિરીક, માનસિક વ્યાધિઓ દૂર કરનાર અને માનસિક શાંતિ પ્રદાન કરનાર છે. યોગાભ્યાસમાં જોડાયેલ સાધકો માટે રુદ્રાક્ષ કુંડલીની જાગૃત કરવામાં સહાયક સિધ્ધ થયેલ છે. શાસ્ત્રોના મતાનુસાર રુદ્રાક્ષના દર્શન માત્રથી પાપોનો ક્ષય થાય છે. જેના ઘરમાં રુદ્રાક્ષની પૂજા થાય છે ત્યાં લક્ષ્મીજીનો સદાય વાસ રહે છે. સાધારણતયા રુદ્રાક્ષનો પ્રભાવ 1 કે 2 દિવસમાં દેખાઈ આવે છે. એક રુદ્રાક્ષથી જો આટલા લાભ થતા હોય. તો 51 હજાર રુદ્રાક્ષના દર્શન માત્રથી શું ના થઇ શકે ?

“રુદ્ર” એટલે ભગવાન શિવ અને “અક્સ” એટલે શિવજીના આંસુ. વૈદિક શાસ્ત્રમાં રુદ્રાક્ષના વૃક્ષને શિવજીના આંસુની ઉત્પતિ માનાવામાં આવેલ છે. રુદ્રાક્ષ જ એક એવું અસરકારક અને અનિષ્ટને દૂર કરનારું વૃક્ષ છે. આમાં એટલી મહાન શક્તિ રહેલી છે કે આના દ્વારા મનુષ્ય ધારે તે પ્રાપ્ત કરી શકે. છે જેમ કે માનસિક શક્તિનો વિકાસ, આર્થિક સધ્ધરતા, આત્મ ચેતના જગાવવી ઘણા બધી સમસ્યાઓ સામે “રુદ્રાક્ષ”થી નિવારણ થાય છે. તો આજે અમે તમને એક નહિ, બે નહિ પરંતુ, 51 હજાર રુદ્રાક્ષના અલૌકિક શિવલિંગના દર્શન કરાવીએ.

શિવ આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ માહાત્મ્ય છે. રુદ્રાક્ષને શિવનાં નેત્ર કહેવામાં આવ્યા છે. રુદ્રાક્ષમાં શિવ તત્વનો અંશ છે. રુદ્રાક્ષની ઉત્પત્તિ કથા વિવિધ ગ્રંથોમાં જુદી-જુદી રીતે કહેવામાં આવી છે પણ એક વાત નિશ્ચિત્ત છે કે રુદ્રાક્ષ અને શિવનો અતુટ સંબંધ છે. પૃથ્વી પર રુદ્રાક્ષના સ્વરૂપે શિવતત્વ બિરાજે છે. શિવપુરાણમાં રુદ્રાક્ષની ઉત્પત્તિની કથા દર્શાવવામાં આવી છે. મહાબલિ અસુરાજ ત્રિપરાસુર દેવો અને ઋષિઓ પર ત્રાસ ગુજારતો હતો. ત્રિપુરાસુર ઋષિઓના યજ્ઞાકાર્યમાં વિઘ્ન નાંખતો હતો. અસુરરાજ ત્રિપુરાસુરને બ્રહ્માજીએ અજર અમર રહેવાનું વરદાન આપ્યું હતું તેથી ત્રિપુરાસુર નિર્ભય બનીને આ વરદાનનો દુરુપયોગ કરતો હતો. તે આસુરી શક્તિથી દૈવીય કાર્યોમાં અડચણ ઊભી કરતો હતો. અસુરરાજનો ત્રાસ વધી જતા તેમાંથી મુક્તિ મેળવવા બધા જ ઋષિમુનિઓ મહાદેવ પાસે ગયા. દેવોના દેવ મહાદેવને સ્તુતિ કરી અને તેમને અસુરરાજના અત્યાચારમાંથી મુક્તિ અપાવવા માટે પ્રાર્થના કરી. મહાદેવે અસુરરાજનો નાશ કરવા તેની સાથે યુદ્ધ શરૂ કર્યું. આ યુદ્ધ સહસ્ત્ર વર્ષ ચાલ્યું અને તેનું કોઇ પરિણામ આવ્યું નહીં. યુદ્ધમાં સતત વ્યસ્ત રહેવાને લીધે મહાદેવની આંખમાં પીડા થવા લાગી અને અસહ્ય પીડાને લીધે તેની આંખમાંથી આંસુ સરવા લાગ્યાં. આ તમામ આંસુનાં ટીપાં ધરતી પર જ્યાં જ્યાં પડયાં ત્યાં વૃક્ષ ઊગી નીકળ્યાં. કાળાંતરે એ વૃક્ષ પર ફળો આવ્યાં તે રુદ્રાક્ષ કહેવાયા.


રુદ્રાક્ષ એક થી લઈ એકવીસ મુખી ઉપરાંત ગૌરીશંકર, ગણેશગૌરી, ત્રીજુટી વગેરે પ્રકારના રુદ્રાક્ષ ઉપલબ્ધ હોય છે. એક થી ચૌદ મુખી રુદ્રાક્ષ સરળતાથી મેળવી શકાય છે. સંસ્કૃતમાં રુદ્રાક્ષનાં ઘણાં નામ પ્રાપ્ય બને છે. રુદ્રાક્ષને શ્રાવણ માસમાં ધારણ કરવો તે શ્રેષ્ઠ છે. પૂરા શ્રાવણ માસ પર્યંત અને અમાવસ્યાના દિને રુદ્રાક્ષ ધારણ કરવાથી યાચકને ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જેવી રીતે પુરુષોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે તેવી રીતે (માળાઓમાં) રુદ્રાક્ષની શ્રેષ્ઠતા છે. ભગવાન શિવજીની આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે.

શાસ્ત્રી આશિષભાઈ દવેએ જણાવ્યું કે, મહેસાણામા આવેલ ઓમ કારેશ્વર મહાદેવના મંદિરમાં શ્રી 51 હજાર પંચમુખી રુદ્રાક્ષ નું મહાશિવલિંગ નું નિર્માણ કરવામાં આવ્યું છે.આ શિવલિંગ 51 હજાર પંચમુખી રુદ્રાક્ષ ના દાણાઓમાંથી બનાવવામાં આવ્યું છે.જેની ઉંચાઈ 13 ફૂટ જેટલી છે.આ રુદ્રાક્ષ નું શિવલિંગ બનાવવામાં બ્રાહ્મણો અને ટ્રસ્ટીઓએ 15 દિવસ મહેનત કરી છે. આ શિવલિંગ પર ભક્તો જળાભિષેક કરી શકશે.રુદ્રાક્ષ ભગવાન શિવનું સ્વરૂપ ગણવામાં આવે છે.એક રુદ્રાક્ષ નો દાણો એટલે ભગવાન શિવ નું એક શિવલિંગ ગણવામાં આવે છે.


અહીંયા 51 હજાર રુદ્રાક્ષ ના દાણાઓ એટલે 51 હજાર શિવલિંગ પર જળાભિષેક અને દર્શન કરવાનો સેવા અને પૂજા કરવાનો દરેક જનતા ને મળી શકે છે.સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન જળાભિષેક થશે. શ્રાવણ માસ પૂર્ણ થયા બાદ અમાસના દિવસે આ શિવલિંગ નું વિસર્જન કરવામાં આવશે. શિવલિંગમાં રહેલા રુદ્રાક્ષ ના દાણા સમગ્ર જાહેર જનતા ને પ્રસાદ તરીકે આપવામાં આવસે.લોકોના ઘરો સુધી રુદ્રાક્ષ પહોંચે એ ભાવથી શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે.


એ.કે પટેલે જણાવ્યું હતું કે, આ મંદિર 20 વર્ષ અગાઉ નિર્માણ પામ્યું છે. 50 થી વધુ સોસાયટીના લોકો લાભ લે છે.શ્રાવણ માસમાં દરેક પ્રજાને લાભ મળે એ માટે આ 51 હજાર પંચ મુખી રુદ્રાક્ષ નું 13 ફૂટ ઊંચું શિવલિંગ બનાવવામાં આવ્યું છે.


દર્શનાર્થી બીપીનભાઈ પટેલે જણાવ્યું કે, ઓમકારેશ્વર મંદિરમાં આ જે શિવલિંગ બનાવવામા આવ્યું છે એના દર્શન કરી ધન્યતા અનુભવીએ છીએ.આ શિવલિંગ માં અમને શિવ નું રૂપ દેખાય છે.આ શિવલિંગના દર્શન કરી રુદ્રાક્ષ માં અમને ભગવાન શિવના દર્શન થાય છે.


Spread the love

Related posts

રાજકોટ/ રેસકોર્સમાં પાંચ દિવસીય ગૌ-ટેક 2023 એક્સપોનો આવતી કાલથી રંગારંગ પ્રારંભ

Team News Updates

વિશ્વના ટોચના પ્રદૂષિત શહેરો 2023 : વિશ્વના ટોચના 20 પ્રદૂષિત શહેરમાં ભારતના 15 શહેરનો સમાવેશ, જાણો કયા કયા છે શહેર

Team News Updates

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2023 ના કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પસનાલ પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું.

Team News Updates