રાજકોટ રૂરલ એસ.ઓ.જી. દ્વારા રેડ કરવામાં આવી છે જેમાં બે ગેસ્ટહાઉસ સંચાલકો સામે ગુનો નોંધાયો.
પોલીસ તંત્ર દ્વારા યાત્રાધામમાં સપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવે તો ગેસ્ટહાઉસ અને હોટલો અનેક ગોરખધંધાઓનો પર્દાફાશ થાય તેમ છે.
સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વિરપુરમાં અનેક ગેસ્ટ હાઉસ તેમજ હોટલો આવેલી છે પરંતુ અહીંના ગેસ્ટહાઉસ હોટલ સંચાલકો સરકારના જાહેરનામાના નિયમ અનુસાર કોઈપણ નિયમો પાડવામાં આવતા ન હોય તેમ નિયમોની એસી કઈ તેસી કરી સરકારશ્રીના નિયમો નેવે મૂકી ગેસ્ટ હાઉસ અને હોટલો ચાલતા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ બાબતને લઈને રાજકોટ રૂરલ એસ.ઓ.જી પોલીસ દ્વારા રેડ કરી બે ગેસ્ટહાઉસ સંચાલકો સામે
આઇ.પી.સી. કલમ ૧૮૮ તથા જીપીએકટ કલમ ૧૩૧ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
યાત્રાધામ વિરપુરમાં અનેક હોટલો તેમજ ગેસ્ટ હાઉસ આવેલા છે જેમાં તમામ ગેસ્ટ હાઉસમાં યાત્રાળુઓ અને સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કોઈપણ પ્રકારના નીતિ નિયમો પાડવામાં નથી આવતા તેમજ ગેસ્ટહાઉસ હોટલ સંચાલકોએ પોતાની હોટલમાં રોકાણ કરતા લોકોનું અધિક જિલ્લા મેજી.શ્રીના જાહેરનામા ક્રમાંક નં: જે/એમએજી/ગુ.પો.અ.૩૩(૧)ફા.નં.૧૨/૨૦૧૯ થી
અનુસાર પથિક એપ સોફ્ટવેર (પ્રોગ્રામ ફોર એનાલિસિસ ઓફ ટ્રાવેલર ઍન્ડ હોટલ ઇન્ફોર્મેટિક્સ)ની અંદર નોંધણી કરાવવાની હોય છે પરંતુ યાત્રાધામ વીરપુરમાં આવેલ અનેક ગેસ્ટહાઉસ હોટલમાં સરકારશ્રીના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવે છે,સામાન્ય રીતે કોઈપણ હોટલ કે ગેસ્ટ હાઉસ ની અંદર આવતા વ્યક્તિઓની આઈડી તેમજ તેમની માહિતીઓ મેળવવામાં આવતી હોય છે પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વીરપુર ની અંદર ગેસ્ટ હાઉસમાં આવતા પ્રેમી પંખીડાઓ પાસે કોઈ પણ પ્રકારની આઈડી તેમજ તેમની માહિતીઓ મેળવવામાં આવતી નથી અને અહીં આવતા અન્ય વ્યક્તિઓ માટેની સેફટી માટે અને સુરક્ષા માટેની પણ ફાયર પાર્કિંગ તેમજ નિયત અને નિયમ અનુસાર કોઈ પણ પ્રકારની નિયમોના પાલન પણ કરવામાં આવતું નથી.
યાત્રાધામ વિરપુરમાં આવેલા ગેસ્ટહાઉસો તેમજ હોટલોની અંદર અને સાથે સાથે હાઇવે પર આસપાસના વીરપુર વિસ્તારના ગેસ્ટ હાઉસ અને હોટલો ની અંદર ઉચ્ચ અધિકારીઓ અને તટસ્થ ટીમ દ્વારા નિયત અને નિયમ કરેલા કાયદાઓ મુજબ જો ખરેખર તટસ્થ અને યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો ગોરખધંધા પણ ખુલી શકે એમ છે તેમજ હોટલોમાં કુટણખાના જેવી અનલીગલ કામગીરીઓ પણ બહાર આવી શકે છે ત્યારે સ્થાનિકો તેમજ અહીં આવતા યાત્રાળુઓએ આ બાબતે તટસ્થ તપાસ થાય તો કેટલાયના કાળા કારસ્તાન ચોક્કસપણે ખુલ્લા પડે તેવી માંગ ઉઠી છે.
(વિરપુર)