દો ગુજરાતી ઠગ હૈ’ કહીને સમગ્ર ગુજરાતીઓનું અપમાન કરનારા બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે સામાજિક કાર્યકરે બદનક્ષીની ફરિયાદ મેટ્રો કોર્ટમાં કરી છે. જેમાં કોર્ટ આજે કાર્યવાહી હાથ ધરશે. અગાઉ 1મેએ કોર્ટ દ્વારા મેટ્રો કોર્ટમાં ફરિયાદીનું નિવેદન લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફરિયાદીએ કોર્ટમાં સીડી અને પેન ડ્રાઇવના પુરાવા જરૂરી સર્ટિફિકેટ સાથે આપ્યા હતા. આ મામલે આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. કોર્ટ પોતાની સત્તાનો ઉપયોગ કરીને નિયમ 202 અંતર્ગત ઇન્ક્વાયરી કરી શકે છે. જ્યારે નિયમ 204 અંતર્ગત સમન્સ ઇશ્યુ થાય તો નક્કી તારીખે તેજસ્વી યાદવે અમદાવાદની મેટ્રો કોર્ટમાં ઉપસ્થિત રહેવું પડી શકે છે.
તેજસ્વી યાદવ શું બોલ્યા, જેને લઈ બદનક્ષીનો કેસ નોંધાયો
ફરિયાદની સાથે ન્યૂઝ ચેનલના ફૂટેજ પણ મૂક્યા છે. ફરિયાદમાં એવી રજૂઆત કરાઇ છે કે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ એક જવાબદાર વ્યક્તિ છે. તેમણે થોડા સમય પહેલાં મીડિયા સમક્ષ નિવેદન કર્યું હતું કે ‘જો ભી દો ઠગ હૈના, જો ઠગ હૈ ઠગુ કો અનુમતી જો હૈ, આજ દેશ કી હાલાત મેં દેખા જાયે તો સિર્ફ ગુજરાતી હી ઠગ હો સકતે હૈ, હો શકે ઠગ કો માફ કિયા જાયેગા, એલ.આઇ.સી. કા રૂપિયા, બેંક કા રૂપિયા દે દો ફીર વો લોગ લેકે ભાગ જાયેંગે, તો કૌન જિમ્મેવાર હોગા’
નરોડામાં રહેતા હરેશભાઈએ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી
અમદાવાદના નરોડામાં રહેતા હરેશભાઈ મહેતાએ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ ગુજરાતીઓને ‘ઠગ’ કહેવા બદલ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. IPC સેક્શન 499 અને 500 અંતર્ગત બદનક્ષીની ફરિયાદ મેટ્રો કોર્ટમાં દાખલ થઈ છે. ફરિયાદી ઓલ ઇન્ડિયા એન્ટિ કરપ્શન એન્ડ ક્રાઈમ પ્રિવેન્શન કાઉન્સિલ સંસ્થાના ઉપપ્રમુખ છે.
ફરિયાદી કોર્ટમાં પુરાવાઓ જમા કરી ચૂક્યા છે
1 મેએ મેટ્રો કોર્ટમાં આ મુદ્દે ફરિયાદીનું નિવેદન લેવામાં આવ્યું હતું. ફરિયાદીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, તેજસ્વી યાદવના નિવેદનથી એક ગુજરાતી તરીકે તેમને દુઃખ થયું છે. આ ગુજરાતીઓની બદનક્ષી છે. ફરિયાદીએ કોર્ટમાં તેજસ્વી યાદવના વીડિયોની સીડી અને પેન ડ્રાઈવના પુરાવા, જરૂરી સર્ટિફિકેટ સાથે જમા કરાવ્યા હતા. આ કેસમાં આજે વધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હાઇકોર્ટે આને હળવાશથી લેવું ન જોઈએઃ ફરિયાદીના વકીલ
1 મેએ હાથ ધરાયેલી સુનાવણીમાં હરેશભાઈનું વેરિફિકેશન લેવામાં આવ્યું હતું. ત્યારબાદ દલીલો કરવામાં આવી હતી. જેમાં આજ રોજ કેસ ઓર્ડર પર રાખેલો છે. ઓર્ડરની અંદર ગમે તેવી માગણીઓ કરી છે જેમાં એડમિશનના આધારે, ગમે તેવા પુરાવાઓને આધારે કોર્ટ પાસે બે જ વિકલ્પ છે. એક 202ની ઇન્ક્વાયરી અથવા 204 હેઠળ પ્રોસેસ. હાઇકોર્ટને સુપ્રીમ કોર્ટના નિર્દેશ ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે, આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોય ત્યારે હાઇકોર્ટે તેને હળવાશથી લેવું ન જોઈએ. બંધારણની જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિ સમાન હક ધરાવે છે.
એન્ટિ-કરપ્શનના ઉપપ્રમુખે તેજસ્વી સામે ફરિયાદ નોંધાવી
તેજસ્વી યાદવ પહેલાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટે બદનક્ષીના કેસમાં 2 વર્ષની સજા ફટકારી છે, જેની સામે રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં હુકમ રદ કરવા માટે પિટિશન કરી છે. સામાજિક કાર્યકર અને ઓલ ઇન્ડિયા એન્ટિ-કરપ્શન એન્ડ ક્રાઇમ પ્રિવેન્ટિવ કાઉન્સિલમાં ઉપપ્રમુખ તરીકે માનદ સેવા આપતા હરેશ મહેતાએ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે ભારતીય ફોજદારી ધારાની કલમ 499 અને 500 (બદનક્ષી)ની ફરિયાદ કરી છે.
કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ નોંધાવી
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેજસ્વી યાદવનો સભાન અવસ્થામાં ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ છે. તેમણે 22 માર્ચ 2023ના રોજ આ નિવેદન આપ્યું હતું. અરજદારે ભારતીય દંડસંહિતાની કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ નોંધાવી છે. અરજદારે જણાવ્યું છે કે નાયબ મુખ્યમંત્રી અને જવાબદાર વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપે એ યોગ્ય નથી. એ અંતર્ગત બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે.