ગોંડલ શહેરમાં આડેધડ પાર્કિંગના કારણે રોજિંદા ટ્રાફિક ની સમસ્યા રહે છે ત્યારે આજે બસ સ્ટેન્ડ ચોકમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં નગરપાલિકાની એમ્બ્યુલન્સ ફસાઈ હતી. એમ્બ્યુલન્સ ચાલકને કોઈ એ રસ્તો ન કરી આપતા આખેરે પરત ફરી અન્ય રસ્તા પરથી એમ્બ્યુલન્સ ચલાવવી પડી હતી.
ગોંડલ શહેરમાં રોજિંદા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આજે સવારે બસસ્ટેન્ડ ચોકમાં આડેધડ પાર્કિંગ અને રોંગ સાઈડમાં ચલાવીને આવતા વાહનોએ ટ્રાફિક જામ કર્યો હતો. ત્યારે બસસ્ટેન્ડ ચોકથી ગુંદાળા ફાટક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. ટ્રાફિકમાં નગરપાલિકાની દર્દી ભરેલ એમ્બ્યુલન્સ ફસાઈ હતી. ટ્રાફિક ક્લિયરના થતા એમ્બ્યુલન્સ ચાલકે એમ્બ્યુલન્સ વળાંક વાળી એક કિલોમીટર જેવું ફરીને જેલ ચોક થઈને જેતપુર રોડ તરફ જવાની ફરજ પડી હતી.