News Updates
RAJKOT

ખીચોખીચ ભરેલા પેસેન્જર ને લટકતું ભવિષ્ય!:રાજકોટ સ્વામિનારાયણ ચોક નજીક સિટીબસનાં દરવાજા પર લટકી જોખમી મુસાફરીનો વીડિયો વાઇરલ, સાઈડકટ લેતા જાનહાની થાય તો જવાબદાર કોણ?

Spread the love

રાજકોટ શહેરની સિટીબસ સેવા ફરી વિવાદમાં આવી છે. જેમાં સ્વામિનારાયણચોકમાં ખખડધજ સિટીબસમાં કેટલાક વિદ્યાર્થીઓ દરવાજે લટકી જોખમી સવારી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સિટીબસમાં ખીચોખીચ પેસેન્જર ભરેલા હોવાથી વિદ્યાર્થીઓને લટકતી હાલતમાં મુસાફરી કરવાની ફરજ પડી હતી. તેઓને આ રીતે મુસાફરી કરતા રોકવાની તસ્દી બસનાં ડ્રાઈવર-કંડક્ટરે લીધી નહોતી. જોકે સિટીબસ સેવાનાં જનરલ મેનેજર જયેશ કુકડીયાએ તમામ ડ્રાઈવર-કંડક્ટરોને આ મામલે સૂચના આપવામાં આવી હોવાનું અને નવી બસો આવી ગયા બાદ સમસ્યા હલ થવાની ખાતરી આપી હતી.

વીડિયોને લઈ લોકોમાં કુતૂહલ
સમગ્ર ઘટનાનો વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક સિટીબસમાં ખીચોખીચ પેસેન્જર ભરવામાં આવ્યા છે. જેને લઈને કેટલાક વિદ્યાર્થીઓ દરવાજા ઉપર લટકીને જોખમી રીતે મુસાફરી કરી રહ્યા છે. ત્યારે આ પ્રકારની બસમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેના જવાબદાર કોણ? સહિતનાં પ્રશ્નો આ વીડિયોને લઈને લોકોમાં ઉઠી રહ્યા છે. તેમજ આ પ્રકારની મુસાફરી બંધ કરાવવાની માગ પણ લોકોમાં ઉઠી રહી છે.

કાયમી અપડાઉન કરતા લોકો આવું જોખમ લે છે: જયેશ કુકડીયા
આ અંગે વાતચીતમાં સિટીબસનાં જનરલ મેનેજર જયેશ કુકડીયાએ જણાવ્યું હતું કે, આ પ્રકારની મુસાફરી લોકો કરે નહીં તે માટે અગાઉથી તમામ બસનાં ડ્રાઈવર તેમજ કંડક્ટરોને સૂચનાઓ આપવામાં આવી છે. જોકે ક્યારેક શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ અને કાયમી અપડાઉન કરતા લોકો આવું જોખમ લેતા હોય છે, પરંતુ આ રીતે મુસાફરી કરવી યોગ્ય ન હોવાથી સતત આ માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. આ સૂચનાનો મોટેભાગે અમલ પણ કરાઈ રહ્યો છે. છતાં આ પ્રકારની ઘટનાઓ રોકવા વધુ કડક સૂચના આપવામાં આવશે.

‘શાળા કોલેજ જવાના સમયે આ પ્રકારની ઘટનાઓ બને’
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોટાભાગે શાળા કોલેજ જવાના સમયે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આવા સમયે વધુ બસો મુકવા કવાયત પણ હાથ ધરવામાં આવી છે. જેમાં ઇલેક્ટ્રિક બસોમાં વધુ સમય લાગે તેમ હોવાથી 100 જેટલી ડીઝલ અને સીએનજી બસોની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી ચૂકી છે. આ બસો ટૂંક સમયમાં ઉપલબ્ધ થતા જે સ્થળે અને જે સમયે મુસાફરોની સંખ્યા વધુ હોય ત્યાં વધુ બસો મુકવામાં આવશે. જેથી મુસાફરો સમયસર અને આરામથી બેસી પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચી શકશે. કોઈએ આવી જોખમી મુસાફરી કરવાની જરૂર પડશે નહીં.


Spread the love

Related posts

બાબાના ચકકરમાં લાખો ગુમાવ્યા:રાજકોટની મહિલાને માનસિક અશાંતિ દૂર કરવાની લાલચ આપી છેતરપિંડી આચરી, ખોટી વિધિ કરવાના બહાને 2.73 લાખ પડાવ્યા

Team News Updates

10 ફૂટ ઊંચો ઊછળી 20 ફૂટ દૂર ફેંકાયો:રાજકોટમાં રોંગ સાઈડમાં આવતા બાઈકચાલકને ફૂટબોલની જેમ સ્કોર્પિયોએ ઉડાડ્યો; ઘટનાસ્થળે જ મોત, શ્વાસ થંભાવી દેતા CCTV

Team News Updates

531 સફાઈ કર્મીની ભરતી થશે:રાજકોટની મુલાકાતે સફાઈ કર્મચારી રાષ્ટ્રીય આયોગના ચેરમેન; કર્મીઓના પ્રશ્નો, સ્વાસ્થ્ય, સુવિધા, વેતન સહિતના મુદ્દે ચર્ચા કરી

Team News Updates