News Updates
GUJARATSAURASHTRA

કોમર્સ કોલેજ ગોધરા ખાતે પ્રથમ વર્ષ બી કોમના વિદ્યાર્થીઓનો ઓરીએન્ટશન કાર્યક્રમ યોજાયો

Spread the love

શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ માં જોડાયેલા વર્ષ 2023 24 ના બી.કોમ સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓનો ઓરીએન્ટશન કાર્યક્રમ કોમર્સ કોલેજ ગોધરાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને NSS ના પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકી દ્વારા યોજાઈ ગયો જેમાં એનએસએસ શું છે, એનએસએસ માં જોડાવાથી વિદ્યાર્થી કેવી રીતે પોતાની પ્રતિભા ખીલવી શકે, શિબિર શું છે?,સરકારી વિવિધ યોજનાઓ, ચૂંટણીલક્ષી વિગતો વગેરેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે ખાસ પધારેલા ગોધરાના શિક્ષક અને પ્રસિદ્ધ હાસ્ય કલાકાર દીવાકર શુક્લએ મોટીવેશન વિથ મનોરંજન કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી અનેક મોટીવેશનલ બાબતો કહી સાથે સાથે વિદ્યાર્થીઓ હસીને લોથપોથ થઈ જાય તેવા અનેક પ્રસંગો- જોક્સ -શાયરીઓ રજૂ કરી ઉપસ્થિત 100 ઉપરાંત વિદ્યાર્થીઓને ખુશખુશાલ કરી દીધા હતા.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એનએસએસ લીડર કુ. નિશિ શાહ દ્વારા તથા આભાર વિધિ કુ. માનસી ખરાદી દ્વારા કરવામાં આવી હતી.

અહેવાલ : ગણપત મકવાણા (પંચમહાલ)


Spread the love

Related posts

વાવાઝોડાએ દિશા બદલી નહીં, ગુજરાત તરફ જ આવે છે:હવે જખૌથી 280 કિલોમીટર દૂર, શિયાળબેટમાં બોટ મારફતે સર્ગભાને હોસ્પિટલમાં ખસેડાઈ

Team News Updates

Weather:અતિભારે વરસાદની આગાહી ગુજરાતના અનેક વિસ્તારોમાં 

Team News Updates

BMW X4 M40i Coupe SUV ₹96.2 લાખમાં લોન્ચ:4.9 સેકન્ડમાં 0-100kmph ની સ્પીડનો દાવો, મર્સિડીઝ-AMG GLC 43 સાથે સ્પર્ધા કરશે

Team News Updates