News Updates
ENTERTAINMENT

શિલ્પા શેટ્ટીએ ધામધૂમથી કર્યું ગણપતિ બાપ્પાનું સ્વાગત:રાજ કુન્દ્રાએ પોતાનો ચહેરો સંપૂર્ણપણે હૂડીથી ઢાંક્યો હતો, અભિનેત્રી દર વર્ષે ગણપતિ મહોત્સવની ઉજવણી કરે છે

Spread the love

ગણેશ ચતુર્થીના અવસર પર શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રા સાથે મુંબઈના લાલબાગ પહોંચી હતી. આ વર્ષે પણ શિલ્પા પોતાના ઘરે ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરશે. શિલ્પાએ લાલબાગમાંથી ભગવાન ગણેશની સુંદર મૂર્તિ ખરીદી હતી.જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

ગણપતિની મૂર્તિ સાથે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી શિલ્પા
વીડિયોમાં શિલ્પા ભગવાન ગણેશની મૂર્તિની સામે હાથ જોડીને દેખાઈ રહી છે. આ પછી અભિનેત્રીએ પાછળ ફરીને પોતાની પસંદગીની ગણેશજીની મૂર્તિ બતાવી અને કેમેરા સામે પોઝ પણ આપ્યો. આ દરમિયાન શિલ્પાનો પતિ રાજ કુન્દ્રા પણ જોવા મળ્યો હતો. તેણે હૂડીની મદદથી પોતાનો ચહેરો સંપૂર્ણપણે ઢાંકી રાખ્યો હતો.

આ દરમિયાન શિલ્પા ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી જ્યારે તેનો પતિ રાજ કુન્દ્રા કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. અહીં પણ રાજ કુન્દ્રાએ પોતાના ચહેરા પર માસ્ક લગાવ્યું હતું. શિલ્પા દર વર્ષે ગણેશ ચતુર્થીના અવસર પર 11 દિવસ સુધી ગણપતિની પૂજા કરે છે.

‘સુખી’ 22મી સપ્ટેમ્બરે રિલીઝ થશે
શિલ્પા શેટ્ટીની ફિલ્મ ‘સુખી’ 22 સપ્ટેમ્બરે રિલીઝ થશે. ફિલ્મના નિર્દેશક સોનલ જોશી છે. આ ફિલ્મમાં શિલ્પા ગૃહિણીના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં, શિલ્પા તેની દિનચર્યામાંથી બ્રેક લે છે અને તેના સ્કૂલના મિત્રોને મળવા જાય છે. ફિલ્મમાં શિલ્પા સાથે ચૈતન્ય ચૌધરી, કિરણ કુમાર, કુશા કપિલા પણ જોવા મળશે.

ગયા વર્ષે શિલ્પા એક્શન કોમેડી ફિલ્મ ‘નિકમ્મા’માં જોવા મળી હતી.


Spread the love

Related posts

આઈસીસી રેન્કિંગ કેવી રીતે નક્કી થાય છે, તેના નિયમ શું છે

Team News Updates

રોહિત શેટ્ટીના ‘કોપ યુનિવર્સ’ની પાંચમી ફિલ્મનું શૂટિંગ શરૂ:’સિંઘમ અગેઇન’ના સેટ પર યોજાઈ પૂજા, અજય દેવગન, રણવીર સિંહ રહ્યા હાજર

Team News Updates

ધોની બ્રિગેડ આજે પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી શકે:ચેન્નાઈની શાનદાર શરૂઆત, મોઈન અલીએ ડેન્જરસ કાઇલ મેયર્સને આઉટ કર્યો

Team News Updates