ભારતીય શેરબજારો ગુરુવારે સતત ત્રીજા ટ્રેડિંગમાં મામૂલી ઉછાળા સાથે ખુલ્યા હતા . સવારે લગભગ 9.20 વાગ્યે, BSE સેન્સેક્સ 60 પોઈન્ટ અથવા 0.09%ના વધારા સાથે 66,532 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટી 21 પોઈન્ટ અથવા 0.11%ના વધારા સાથે 19,832 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
ભાવમાં નરમાઈ અને યુએસ કન્ઝ્યુમર ફુગાવાના અહેવાલ પહેલા વૈશ્વિક બજારોને ટ્રેક કરતા ભારતીય શેરબજારો ગુરુવારે સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં નજીવા ઉછાળા સાથે ખુલ્યા હતા. સવારે લગભગ 9.20 વાગ્યે, BSE સેન્સેક્સ 60 પોઈન્ટ અથવા 0.09%ના વધારા સાથે 66,532 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટી 21 પોઈન્ટ અથવા 0.11%ના વધારા સાથે 19,832 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ કંપનીઓમાં ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા મોટર્સ, એસબીઆઈ, એનટીપીસી અને એક્સિસ બેન્ક લાભ સાથે ખુલ્યા હતા, જ્યારે ટીસીએસ, ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ અને ભારતી એરટેલ નુકસાન સાથે ખુલ્યા હતા. જો કે, શરૂઆતી ઉછાળા બાદ માર્કેટમાં ઘટાડો શરૂ થયો છે અને સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન પર પાછા ફર્યા છે.
12મી ઓક્ટોબરે પરિણામ આવશે
આજે 12મી ઓક્ટોબરે ઈન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજી, એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની, આનંદ રાઠી વેલ્થ, એન્જલ વન, ટાટા મેટાલિક્સ, ફેકર એલોય, ઈન્ટરનેશનલ ટ્રાવેલ હાઉસ, જેટીએલ ઈન્ડસ્ટ્રીઝ, કેસોરામ ઈન્ડસ્ટ્રીઝ, કિનટેક રિન્યુએબલ્સ, રોઝલેબ્સ ફાઈનાન્સ, શાહ મેટાકોર્પ, સિકલ લોગ ઈન્ડસ્ટ્રીઝ, વંદના નીટવેર અને વિડીયોકોન ઈન્ડસ્ટ્રીઝ 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ પૂરા થતા ક્વાર્ટર માટે તેમના પરિણામો જાહેર કરવાના છે. બજાર આના પર નજર રાખશે.