News Updates
BUSINESS

અદાણીના શેરમાં તોફાની તેજી, આ અહેવાલ બાદ રોકાણકારોની ખરીદી માટે પડાપડી

Spread the love

સુપ્રીમ કોર્ટએ અદાણી-હિંડનબર્ગ મામલાની તપાસની માંગ કરતી અનેક અરજીઓ પર સુનાવણી પૂર્ણ કરી હતી અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ને જાણ કરી હતી કે અદાણી જૂથની તપાસ પૂર્ણ કરવા માટે તેને વધારાના સમયની જરૂર નથી.

અદાણી-હિંડનબર્ગ મામલાની સુનાવણી પૂર્ણ થયા બાદ અદાણી ગ્રુપના શેરોમાં 20% સુધીનો ઉછાળો આવ્યો છે આજે મંગળવારે અદાણીના તમામ શેર લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે.

અદાણી એનર્જી સોલ્યુશનના શેરમાં સવારે 10.47 વાગે 12 ટકા આસપાસનો ઉછાળો જોવા મળ્યો હતો કંપનીના શેર આજે ૮૨૪ રૂપિયાની ઉપલી સપાટીએ ટ્રેડ થયા હતા

અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 150 રૂપિયાનો નફો રોકાણકારોને શરૂઆતી કારોબારમાં જ મળ્યો હતો. ઇન્ટ્રાડેમાં શેર 2270 ના નીચલા સ્તરેથી 2387 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

એસીસીનો શેર પણ મજબૂત સ્થિતિમાં કારોબાર કરી રહ્યો હતો. આજે આ સ્ટોકે ૧૦ ટકા ઉપર સ્થિતિ જાળવી રાખી છે. શેર 824 રૂપિયાના સ્તર સુધી જોવા મળ્યો હતો.

અદાણી ગ્રીન આમતો 52 સપ્તાહની ઉપલી સપાટીથી 50 ટકા નીચે ટ્રેડ થઇ રહ્યો છે પણ શેર ફરી એકવાર 1000 રૂપિયાને પાર પહોંચવામાં સફળ રહ્યો હતો.

અદાણી પોર્ટનો શેર સવારે ૧૦.૫૩ વાગે ૪ ટકા નજીક મજબૂતી દર્શાવી રહ્યો હતો. આ સમયે શેરની કિંમત 828 રૂપિયા હતી.

અદાણી પાવરનો શેર ૭.૫૦ ટકા ઉછળ્યો હતો. શેરની ૫૨ સપ્તાહની ઉપલી સપાટી નોંધાવી તે 430.50 રૂપિયા પર જોવા મળ્યો હતો

અદાણી ટોટ્લના શેરમાં સૌથી વધુ મજબૂતી જોવા મળી હતી. આ શેર આજે મંગળવારે 548 ના નીચગળ સ્તરથી 642 રૂપિયા સુધી ઉછળ્યો હતો.

અદાણી વિલ્મરનો શેર ૬.૫૦ ટકા ઉછાળા સાથે કારોબાર કરતો જોવા મળ્યો છે. સર્વોચ્ચ સપાટીથી શેર ઘણો નીચે છે પણ આ શેરમાં સારી સ્થિતિ જોવા મળી હતી

અદાણી ગ્રુપની વધુ એક કંપની અંબુજા સિમેન્ટના શેરમાં સદા ત્રણ અટક આસપાસ તેજી જોવા મળી હતી. કામનીનો શેર 4૨૮.૯૦ સુધી જોવા મળ્યો હતો

અદાણી ગ્રુપની કંપની ન્યુ દિલ્હી ટેલિવિઝન લિમિટેડમાં ૮ ટકાનો ઉછાળો દેખાયો હતો શેર આજે મંગળવારે 207 રૂપિયાએ ખુલ્યા બાદ 221.95 સુધી વધ્યો હતો


Spread the love

Related posts

YES BANK ચોથા ક્વાર્ટરનો ચોખ્ખો નફો 123% વધીને ₹451 કરોડ,₹2,153 કરોડ રહી નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ, બેન્કના શેરે એક વર્ષમાં 65% રિટર્ન આપ્યું

Team News Updates

Anil Ambaniની નેટવર્થમાં થયો વધારો, રોકાણકારોએ પણ ફરી મુક્યો વિશ્વાસ

Team News Updates

ફરી વધશે મોંઘવારી! 200 રૂપિયે કિલોની પાર પહોંચી શકે છે ટામેટા, આ છે કારણ

Team News Updates