News Updates
NATIONAL

અભિનેત્રી રાખી સાવંતના ભાઈ રાકેશ સાવંતની ધરપકડ, બિઝનેસમેનની ફરિયાદ પર પોલીસે કરી કાર્યવાહી

Spread the love

ચેક બાઉન્સનો મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો. ત્યારબાદ કોર્ટે રાકેશ સાવંતને પૈસા પરત કરવાની શરતે જામીન આપ્યા હતા. તે દરમિયાન રાકેશે કહ્યું હતું કે તે વેપારીના પૈસા પરત કરી દેશે. પરંતુ રાકેશ તેના વચનથી પાછો ફર્યો હતો અને પૈસા પરત કર્યા ન હતા.

ચેક બાઉન્સ કેસમાં અભિનેત્રી રાખી સાવંતના ભાઈ રાકેશ સાવંતની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઓશિવરા પોલીસે(Mumbai Police) તેની ધરપકડ કરી છે. જે કેસમાં રાકેશની ધરપકડ કરવામાં આવી છે તે ત્રણ વર્ષ જૂનો છે. રાકેશ સાવંત પર ચેક બાઉન્સ(Cheque Bounce)નો આ મામલો એક બિઝનેસમેને નોંધાવ્યો હતો.

જણાવી દઈએ કે ચેક બાઉન્સનો મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો. ત્યારબાદ કોર્ટે રાકેશ સાવંતને પૈસા પરત કરવાની શરતે જામીન આપ્યા હતા. તે દરમિયાન રાકેશે કહ્યું હતું કે તે વેપારીના પૈસા પરત કરી દેશે. પરંતુ રાકેશ તેના વચનથી પાછો ફર્યો હતો અને પૈસા પરત કર્યા ન હતા. આ પછી, કોર્ટ દ્વારા ફરીથી ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. પોલીસે રાકેશને 22 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.

રાકેશ રાખીની મુસીબતમાં અડગ રહ્યો

રાખી સાવંતને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ‘ડ્રામા ક્વીન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગત વર્ષે પૂર્વ પતિ આદિલ ખાનને લઈને ઘણી ચર્ચા થઈ હતી. રાખીએ આદિલ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. રાખી સાવંતે આરોપ લગાવ્યો હતો કે આદિલ તેને મારતો હતો. તે તેમને છેતરતો હતો. રાખીએ આદિલ પર એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન રાખીનો ભાઈ રાકેશ તેની બહેનના સમર્થનમાં અડગ રહ્યો.

રાકેશે આદિલ ખાન પર આરોપ લગાવ્યો હતો

રાકેશે આદિલ ખાન પર આરોપ લગાવ્યો હતો કે જે દિવસે તેની માતા આ દુનિયા છોડી ગઈ હતી તે દિવસે તેના ઘર પર આફતોનો પહાડ તૂટી પડ્યો હતો, તે દિવસે પણ આદિલે રાખી પર નિર્દયતાથી હુમલો કર્યો હતો. રાકેશે આરોપ લગાવ્યો હતો કે તેણે રાખીના પૈસાથી દુબઈમાં ઘર ખરીદ્યું હતું અને પૈસા પણ પરત કર્યા નથી. રાખીની સાથે રાકેશ પણ મીડિયામાં આદિલ વિરુદ્ધ નિવેદન આપતો જોવા મળ્યો હતો. તે જ સમયે, રાખી સાવંત એક સ્પર્ધક તરીકે બિગ બોસનો ભાગ રહી ચૂકી છે.


Spread the love

Related posts

‘મોચા’ તોફાને પકડ્યો વેગ, NDRFની ટીમોને તૈનાત કરાઈ

Team News Updates

નોટોનું બંડલ મળ્યું રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદની સીટ નીચેથી,ગૃહમાં હંગામો

Team News Updates

PM Modi-Bill Gates: બિલ ગેટ્સ સાથે મુલાકાત પર બોલ્યા PM મોદી, ‘હું મારા દેશમાં ડિજિટલ ભાગલા નહીં પડવા દઉં’

Team News Updates