News Updates
NATIONAL

વડાપ્રધાને આપેલા વચનને પાળવા ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના 200થી વધુ કર્મચારીઓ આગળ આવ્યા, જિલ્લા કલેકટર સહિત સરકારી બાબુઓએ 1 દિવસનો પગાર આપ્યો

Spread the love

આલિયાએ પીએમને કહ્યું કે,પિતાની દ્રષ્ટિ ગુમાવ્યા પછી તે ડૉક્ટર બનવાની ઇચ્છા ધરાવે છે. પીએમ મોદીએ પિતાને કહ્યું કે, જો તેમની પુત્રીને તબીબ બનવામાં કોઈ પડકારોનો સામનો કરવો પડે તો તેમનો સંપર્ક કરી શકે છે.

ભરૂચ જિલ્લા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહિત વહીવટીતંત્રના 200 થી વધુ કર્મચારીઓ વિદ્યાર્થીની  તબીબ બનવાના સ્વપ્નને પૂરું કરવા જેહમત ઉઠાવી છે. ભરૂચ જિલ્લાના વાગરાની આલિયાબાનુ પટેલની MBBS ના બીજા સેમેસ્ટરની રૂપિયા 4 લાખની ફી ચૂકવવા ભરૂચના સરકારી બાબુઓએ એક દિવસનો પગાર ડોનેટ કર્યો છે. આ દીકરીએ એક સરકારી કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ને પજ્ઞાચક્ષુ પિતાની પીડાને અભભવ્ય બાદ તબીબ બનવાના નિર્ધારની ભીંજાયેલી આખો સાથે ઈચ્છા વ્યક્ત કરી હતી. આ સમયે વડાપ્રધાન પણ ભાવુક થયા હતા. આલિયાબાનુને અભ્યાસ માટે આર્થિક સહાયની જરૂર હોવાનું ધ્યાને આવતા 200 થી વધુ  સરકારી કર્મચારીઓ દીકરીની મદદે પહોંચ્યા હતા.

વાગરાની આલિયાબાનુના પિતા દૃષ્ટિહીન છે. આલિયાએ ગત વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 79.80 ટકા મેળવ્યા બાદ વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. ગરીબ પરિવારની દીકરીને શિક્ષણ મેળવવા માટે પણ નાણાકીય પડકારોનો સામનો કરવો પડ્યો હતો.  દીકરીએ જાહેર કાર્યક્રમમાં વડાપ્રધાનનું દિલ જીત્યા બાદ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જિલ્લા વહીવટીતંત્રને સહાય માટે પત્ર લખ્યો હતો. ગયા વર્ષે એક કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થી અને તેના પિતાને મદદની ખાતરી આપી હતી.

12 મે 2022ના રોજ સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટેના કાર્યક્રમમાં વડા પ્રધાને ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના તેમના પ્રજ્ઞાચક્ષુ ઐયુબ પટેલ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેઓ કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય વ્રુદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓમાંના એક હતા. ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ઉત્કર્ષ પહેલ કાર્યક્રમમાં પટેલ તેમની પત્ની અને ત્રણ પુત્રીઓ સાથે હાજર રહ્યા હતા. તે સમયે અય્યુબભાઈએ વડાપ્રધાન સાથે ઝામરને કારણે તેમની દ્રષ્ટિ ગુમાવવાની વાત કરી હતી. કાર્યક્રમમાં વાતચીત દરમ્યાન  પીએમ મોદીએ ઐયુબ પટેલ બાળકો વિશે પૂછપરછ કરતા તેમની મોટી પુત્રી આલિયાબાનુના સ્વપ્ન વિશે વાત કરી હતી.

આલિયાએ પીએમને કહ્યું કે,પિતાની દ્રષ્ટિ ગુમાવ્યા પછી તે ડૉક્ટર બનવાની ઇચ્છા ધરાવે છે. પીએમ મોદીએ પિતાને કહ્યું કે, જો તેમની પુત્રીને તબીબ બનવામાં કોઈ પડકારોનો સામનો કરવો પડે તો તેમનો સંપર્ક કરે. આલિયાબાનુ નેત્રરોગ ચિકિત્સક બનવા માંગે છે. પિતા આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, અને અમને યાદ આવે છે કે, પીએમ મોદીએ અમને કહ્યું હતું કે, તેઓ અમારી મદદ કરવા તૈયાર છે. તેથી પિતાએ પ્રધાનમંત્રી અને જિલ્લા કલેક્ટરને પત્ર લખીને આર્થિક મદદ માંગી હતી.

પિતાએ પોતે, મિત્રો, સંબંધીઓ અને અન્ય લોકો પાસેથી પૈસા ઉધાર લઈને પ્રથમ સેમેસ્ટરની ફી 7.70 લાખ તેમજ ખાનગી બેંકમાંથી 5 લાખ રૂપિયાની લોન લીધી હતી. વર્લ્ડ ભરૂચ વ્હોરા ફેડરેશન તરફથી પણ 1 લાખ રૂપિયા મળ્યા હતા

પત્ર મળ્યા પછી ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ આલિયાનુ અને તેના પરિવારને બોલાવ્યો હતો. કલેકટર અને રમહેસૂલ વિભાગના 200 થી વધુ અધિકારીઓએ તેમના એક દિવસનો પગાર આ ઉમદા હેતુ માટે દાનમાં આપ્યો હતો. જે રકમ બેંકમાં જમા કરાવવામાં આવી હતી.


Spread the love

Related posts

તમિલનાડુમાં વરસાદ,દિલ્હીમાં ધુમ્મસ,કાશ્મીરમાં હિમવર્ષા; ચેન્નાઈમાં 2 દિવસથી ભારે વરસાદ; દિલ્હી-હરિયાણામાં AQI 400ને પાર

Team News Updates

25મી ઓક્ટોબરે ચક્રવાત દાના ટકરાશે ઓડિશા- પ.બંગાળના દરિયાકાંઠે:10 લાખ લોકોને ખસેડવામાં આવી રહ્યા છે;બંને રાજ્યોમાં 348 ટ્રેનો રદ, હોટલ-સ્કૂલ 3 દિવસ માટે બંધ

Team News Updates

માતાએ હેવાનિયતની હદ વટાવી, 9 વર્ષના પુત્રને શારીરિક સંબંધ બનાવવા કર્યો મજબુર, ના પાડવા પર આપ્યા ડામ

Team News Updates