100થી વધુ ગામ છે એવા જ્યાં લોકોની સતર્કતાના કારણે નથી નોંધાયો એક પણ કોરોનાનો કેસ

0
81

સમગ્ર વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે અને કોરોના વાયરસના કેસમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટમાં કોરોનાનો સૌથી ટોચનો સમય પસાર થઇ ગયો છે તેમજ હાલમાં કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તેવા સમયે રાજકોટ જીલ્લાના ૫૯૮ ગામમાંથી ૧૩૯ એવા પણ ગામ છે જેમાં કોરોનાનો  હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી.રાજકોટ જીલ્લાના ૧૩૯ ગામોમાં જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની યાદી મુજબ એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી.જેમાં રાજકોટ તાલુકાના ૯૬ તાલુકામાંથી ૨૭ તાલુકા આજે પણ કોરોના મુક્ત છે સૌથી વધુ વિંછીયા તાલુકામાં ૪૨ ટકા ગામમાં હજુ કોરોના એ દેખા દીધી નથી.

જીલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેશ ભંડેરીના જણાવ્યા અનુસાર આ ગામો એવા છે જ્યાં શરૂઆતથી જ માઈગ્રેશન થયું નથીતેમજ બહારથી લોકો આવ્યા નથી.બીજું કારણ એ પણ ગણાવી શકાય કે ઓછી વસતી ધરાવતા નાના ગામોમાં તેમજ સીમ વિસ્તારમાં અમુક જગ્યા મુક્ત લોકોના ઘર હોવાથી સોશિયલ ડિસ્ટન્સ જળવાતું રહે છે.જેનાથી હાલમાં રાજકોટ જીલ્લાના ૨૭ ગામ, લોધીકાના ૮,કોટડા સાંગાડીના ૧૨ જસદણના ૧૭ વિન્છીયાના ૨૨ પડધરીના ૧૮ ગોંડલના ૪ જેતપુરના ૨ ધોરાજીના ૩ ઉપલેટાના ૧૮ જામકંડોરણાના ૮ એમ કુલ ૧૩૯  ગામોમાં કોરોનાના એક પણ કેસ સામે આવ્યા નથી.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here