News Updates
NATIONAL

2 BHKની કિંમતના હિંડોળા:5 કલાકની મહેનતે 75 લાખના કલાત્મક હિંડોળા બનાવાયા; અમેરિકન ડોલર અને ભારતીય ચલણી નોટોનો ઉપયોગ કરાયો

Spread the love

ગુજરાતમાં સૌપ્રથમ વખત 75 લાખના કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા હતા. આ કલાત્મક હિંડોળા શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 5 કલાકની મહેનત બાદ ચલણી નોટના કલાત્મક હિંડોળા તૈયાર કરાયા હતા. જેમાં ભારતીય ચલણી નોટો અને અમેરિકન ડોલરની ચલણી નોટોનો પ્રથમવાર ઉપયોગ કરાયો હતો. આ 75 લાખની ચલણી નોટના હિંડોળાનાં દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.

10 થી 500 સુધીની ચલણી નોટોનો ઉપયોગ કરાયો
ગોધરાના વૃતાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય ચલણની રૂપિયા 10થી લઇ 500 સુધીની ચલણી નોટોનો તેમજ પ્રથમવાર વિદેશી ચલણી નોટોનો ઉપયોગ કરી 75 લાખની ચલણી નોટોના કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા હતા. જેમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ પ્રકારે ભગવાનને લાડ લડાવી રાજી કરવાનો અને કૃપા મેળવવાનો ભક્તો ભક્તિભાવે પ્રયાસ કરે છે.

758 લાખની ચલણી નોટો ડોલરના કલાત્મક હિંડોળા બનાવાયા
આવા ભક્તિમય માહોલમાં પવિત્ર એકાદશીના દિવસે ભગવાનને હિંડોળામાં ઝુલાવીને ભક્તિ કરવા ભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણના આઠમા વશંજ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના સમર્થ આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના 75મા વર્ષમાં મંગલપ્રવેશ અને અમૃત મહોત્સવ નિમિત્ત ગોધરા વૃતાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 75 લાખની ચલણી નોટો અને ડોલરના કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા હતા. જેનો ગોધરા નગરની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો.

વિદેશી ચલણી નોટોનો પણ પ્રથમવાર ઉપયોગ કરાયો
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલા વૃતાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 75 લાખની ચલણી નોટો અને ડોલરના હિંડોળા બનાવવામાં આવ્યા હતા. જેમાં ભારતીય ચલણની રૂપિયા 10, 20, 50, 100, 200, 500ની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમેરિકન ડોલરની ચલણી નોટોનો પણ પ્રથમવાર ઉપયોગ કરી કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા હતા.

7600 અમેરિકન ડોલરનો ઉપયોગ કરાયો
આ હિંડોળામાં ભારતીય ચલણની 500ની નોટના 103 બંડલ કિંમત રૂ.51,50,000, 200ની નોટના 49 બંડલ કિંમત રૂ.9,80,000, 100ની નોટના 94 બંડલ કિંમત રૂ.9,40,000, 50ની નોટના 24 બંડલ કિંમત રૂ.1,20,000, 20ની નોટના 22 બંડલ કિંમત રૂ.44,000, 10ની નોટના 2 બંડલ કિંમત રૂ.2000 મળીને રૂપિયા 72,36,000ની કિંમતની ભારતીય ચલણી નોટો અને 7600 અમેરિકન ડોલર કિંમત રૂ.6,45,000નો ઉપયોગ કરી 75 લાખથી વધુ કિંમતના કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા હતા.

5 કલાકની મહેનત બાદ હિંડોળા તૈયાર કરાયા
રૂ. 75 લાખના કલાત્મક હિંડોળા શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 5 કલાકની મહેનત બાદ ચલણી નોટના હિંડોળા તૈયાર કરાયા બાદ ગોધરા સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. જે કલાત્મક હિંડોળાએ શ્રદ્ધાળુઓમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું.

હિંડોળાનાં દર્શન માટે શ્રદ્ધાળુઓમાં અનેરું આકર્ષણ
આ હિંડોળામાં ભારતીય ચલણની અલગ અલગ ચલણી નોટોનો ઉપયોગ કરાયો હતો. આ ઉપરાંત વિદેશી ચલણી નોટોનો પણ પ્રથમવાર ઉપયોગ કરી કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા હતા. આ ચલણી નોટના હિંડોળાનાં દર્શન કરવા ગોધરા શહેરના લોકો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. ગોધરા શહેરમાં પ્રથમ વખત 75 લાખના કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા હતા.


Spread the love

Related posts

‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારાથી વધ્યો તણાવ, ધાર્મિક સ્થળ પર પથ્થરમારો, મહારાષ્ટ્રના સતારામાં બે સમુદાયો વચ્ચે અથડામણ

Team News Updates

22મીએ દુર્વા અષ્ટમી:આ દિવસે ભગવાન ગણેશની વિશેષ દુર્વાથી કરવામાં આવે છે વિશેષ પૂજા, ઋષિ કશ્યપે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરી હતી

Team News Updates

લોકસભાને માહિતી આપવામાં આવી હતી કે નહીં; એથિક્સ કમિટીએ ગૃહ મંત્રાલય પાસેથી રિપોર્ટ માંગ્યો

Team News Updates