સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દશેરા ઉજવશે વિશેષ રીતે : ચીનની બોર્ડર પર કરશે શસ્ત્ર પૂજન

0
69

ભારત અને ચીનની બોર્ડર પર છેલ્લા કેટલાક સમયથી તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. બોર્ડર પર ભયાનક માહોલ અને બીજી તરફ કોરોનાના કહેર વચ્ચે આ વખતે તહેવારોની રોનક ઝાંખી પડતી જોવા મળી છે પરંતુ પરંપરા નિભાવવામાં કોઈ કચાસ રાખવામાં આવશે નહી એવું સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સાબિત કર્યું છે. સાથે સાથે ચીનને પણ એક હિડન મેસેજ આપ્યો હોય એવું જણાય છે.

રાજનાથસિંહે જણાવ્યું છે કે આ વખતે તેઓ ચીનની બોર્ડર પર દશેરાએ શસ્ત્ર પૂજન કરીને સૈનિકોનું મનોબળ વધારશે. તહેવારની ઉજવણીણી રીત ભલે બદલાઈ પરંતુ પરંપરા જાળવવામાં આવશે. રાજનાથ સિંહ દશેરા પર સિક્કીમમાં એલએસીની મુલાકાત લેશે અને ત્યાં શાસ્ત્ર પૂજન કરશે.

સેનાનાં સુત્રોએ જણાવ્યા અનુસાર રાજનાથ સિંહ અનેક રણનૈતિક પુલોનું ઉદઘાટન કરશે અને તેનો શુભારભ કરશે. સરક્ષણ મંત્રીએ ગત વર્ષે ફ્રાન્સમાં રાફેલ લડાકુ વિમાનની શસ્ત્ર પૂજા કરી હતી જ્યારે આ વર્ષે ભારત ચીન બોર્ડર પર પરંપરાગત રીત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્ર પૂજા કરીને દશેરા ઉજવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here