અમદાવાદમાં ચોકલેટ લેવા આવેલી બાળકીના ગાલે દુકાનદારે બચકું ભરતા પોલીસ ફરિયાદ, આરોપીની ધરપકડ

0
289
  • દુકાનદારને બાળકીના દાદાએ ઠપકો આપતા માફી માંગી હતી
  • દાદાની ફરિયાદ બાદ રખિયાલ પોલીસે દુકાનદારની ધરપકડ કરી

અમદાવાદ શહેરમાં નાની બાળકીઓ સાથે છેડતી અને દુષ્કર્મના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. દર બે દિવસે હવે એક બાળકી આવી ઘટનાનો ભોગ બની રહી છે. જૂના બાપુનગર મોમીન મસ્જિદ પાસે રહેતી 8 વર્ષની બાળકી દુકાને ચોકલેટ લેવા ગઈ ત્યારે દુકાનદારે બાળકીના ગાલે બચકું ભરી લીધું હતું. ઘટના બાબતે બાળકીએ ઘરે આવી માતાને જાણ કરી હતી. બાળકીના દાદાએ દુકાનદારને ઠપકો આપતા તેણે માફી માંગી હતી. રખિયાલ પોલીસે ફરિયાદ નોંધી દુકાનદાર રજીઅહેમદ શેખની ધરપકડ કરી હતી.

બાળકીને ગાલે ઈજાના નિશાન પડ્યા
જૂના બાપુનગર વિસ્તારમાં મોમીન મસ્જિદ પાસે આઠ વર્ષ ની બાળકી પરિવાર સાથે રહે છે. બે દિવસ પહેલા બપોરે ઘરની નજીક માં આવેલ દુકાનમાં ચોકલેટ લેવા માટે ગઈ હતી. આ વખતે દુકાનદાર રજીઅહેમદે તેનો હાથ પકડીને દુકાનમાં ખેંચી લીધી હતી અને ડાબા ગાલ પર બચકું ભરી લીધું હતું. જેમાં બાળકીને ગાલનાં ભાગે ઇજાનાં નિશાનો પણ જોવા મળ્યા હતા. બાળકી એ સમગ્ર ઘટનાની જાણ તેની માતાને કરતાં ભાંડો ફૂટ્યો હતો.

રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોઁધાઈ હતી
આ બાબતે ઠપકો આપવા બાળકીના દાદા દુકાનદારને ત્યાં પહોંચ્યા હતા. જો કે દુકાનદારે આ બાબતે તેઓની માફી પણ માંગી હતી. પરંતુ પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ફરિયાદ નોંધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here