સુરતના જ્વેલર્સ પર ટેક્સચોરીનો આક્ષેપ કરનાર કરોડપતિ પૂર્વ IT અધિકારી અને તેની સાથે સંકળાયેલાના 3 સ્થળો પર ITની તપાસ પૂર્ણ, 10 સ્થળો પર તપાસ યથાવત્

0
76

IT વિભાગની રેડના પગલે પૂર્વ ઈન્કમટેક્સ અધિકારી ધરણા પર બેસી ગયા હતા.

  • PVS શર્મા અને તેની સાથે સંકળાયેલાને ત્યાં ત્રીજા દિવસે પણ ITની તપાસ યથાવત્
  • શર્માના બેંકના લોકરમાંથી ગોલ્ડ, ચાંદી અને ડાયમંડ જ્વેલરીઓ મળી આવી

સુરત શહેરના કાલમંદિર જ્લેવર્સ પર ટેક્સચોરીનો આક્ષેપ કરનાર પૂર્વ ઈન્કમટેક્સ અધિકારી અને શહેર ભાજપના અગ્રણી પીવીએસ શર્મા પર બુધવારે રાત્રે ઈન્કમટેક્સ વિભાગની ટીમે રેડ કરી હતી. જે ત્રીજા દિવસે પણ યથાવત્ રહી છે. સુરત, મુંબઈ અને થાણે સ્થિત શર્મા સાથે સંકળાયેલી પાર્ટીઓના કુલ 13 સ્થળો પૈકી ત્રણ સ્થળો પર તપાસ પૂર્ણ થવા સાથે અન્ય 10 સ્થળો પર ઈન્કમટેક્સ વિભાગની તપાસ જારી રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તપાસમાં શર્માની કરોડની સંપતિ હોવાનું સામે આવ્યું છે.

શર્માનું આ બ્લિડીંગમાં ઘર આવેલું છે જ્યાં તપાસ ચાલી રહી છે.

શર્માનું આ બ્લિડીંગમાં ઘર આવેલું છે જ્યાં તપાસ ચાલી રહી છે.

સુરત, મુંબઈ અને થાણેના કુલ 13 સ્થળો પર તપાસ લંબાઈ હતી
સુરતના કલામંદિર જ્વેલર્સ પર પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી પીવીએસ શર્માએ નોટબંધીની રાત્રે 110 કરોડ રૂપિયાનું કાળું નાણું સફેદ કરી નાંખ્યાનો વિવાદ ચાલી રહ્યો છે. ટ્વિટર પર મની લોન્ડરિંગનો આરોપ લગાવી ચર્ચામાં આવેલી શર્માના ઘરે 21મીના રોજ રાત્રીથી ઈન્કમટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જે બીજા દિવસે પીવીએસ શર્મા સાથે સંકળાયેલા કુસુમ સિલીકોન કંપનીના સંચાલકો કુસુમ-કૌશલ ખંડેલિયા, શાહ એન્ડ પ્રજાપતિ કંપનીના ભાગીદાર ધવલ શાહ, શર્માના એકાઉન્ટન્ટ અદુકીયા વગેરેના રહેણાંક-ઓફીસ મળીને સુરત, મુંબઈ અને થાણેના કુલ 13 સ્થળો પર તપાસ લંબાઈ હતી.

શર્માના ઘરેથી દસ્તાવેજ સહિત કબજે કરવામાં આવ્યું છે.

શર્માના ઘરેથી દસ્તાવેજ સહિત કબજે કરવામાં આવ્યું છે.

લોકર્સમાંથી ગોલ્ડ, સિલ્વર અને ડાયમંડની જ્વેલરી મળી
પીવીએસ શર્મા અને તેની સાથે સંકળાયેલાઓના કુલ 13 પૈકી ત્રણ સ્થળો પર તપાસ પૂર્ણ થઈ છે. દરમિયાન પીવીએસ શર્માના જપ્ત કરેલા બેંક ખાતા અને ત્રણ લોકર્સ પૈકી બે લોકર્સ ઓપરેટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગોલ્ડ, સિલ્વર અને ડાયમંડની જ્વેલરી મળી આવી છે. જે જ્વેલરી પ્રથમ નજરે અંદાજિત 20થી 25 લાખની કિંમતની હોવાનું માનવામાં આવે છે. જોકે, જ્વેલરીની વેલ્યુએશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમામ પાર્ટીઓને ત્યાંથી તપાસ દરમિયાન દોઢ કીલો સોનુ, 20 લાખની ડાયમંડ જવેલરી, 59 લાખની રોકડ, 63 લાખની જ્વેલરી, 40 લાખની એફડી મળી આવી છે.

ઈન્કમટેક્સ વિભાગની 10 સ્થળો પર હજુ પણ તપાસ ચાલી રહી છે.

ઈન્કમટેક્સ વિભાગની 10 સ્થળો પર હજુ પણ તપાસ ચાલી રહી છે.

વધુ મિલકતો મળી આવી
શર્માના વધુ સ્થાવર મિલકતોમાં રોકાણો મળી આવ્યા છે. જેમાં ઉન ગામમાં 18 જેટલા જમીન પ્લોટ, પાર્લે પોઈન્ટ સ્થિત સર્જન સોસાયટીનો પ્લોટ, પલસાણા સ્થિત 5.50 લાખની કિંમતના પ્લોટ, વેસ્ટર્ન બિઝનેસ પાર્કમાં 18 લાખની ઓફિસ અને બાંધકામ જેનું વાર્ષિક ભાડાની 3.5 લાખની આવકની વિગતો હાથ લાગી છે. આ સાથે મુંબઇની કુસુમ સીલીકોનમાં પીવીએસ શર્મા દોઢ લાખના પગારદાર છે. આઇટી કહે છે કે શર્માએ કહ્યું છે કે તેઓ કંપની વતી લાયઝનિંગનું કામ કરે છે તેનો પગાર મળે છે. કંપની કેમિકલના ધંધા સાથે સંકળાયેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here