એમેઝોનને ફ્યુચર ગ્રૂપ સામે કરેલા કેસમાં રવિવારે વચગાળાની રાહત મળી છે. સિંગાપુર સ્થિત મધ્યસ્થા કોર્ટે સ્ટે આપીને ફ્યુચર ગ્રૂપને તેનો રિટેલ બિઝનેસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને વેચવા સામે સ્ટે આપ્યો છે.
કિશોર બિયાણીની કંપની તેનો રિટેલ બિઝનેસ રિલાયન્સને વેચવા 24713 કરોડનો સોદો કરી ચૂકી છે. આની સામે એમેઝોને આર્બિટ્રેશન કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટના એક માત્ર આર્બિટ્રેટર વી. કે. રાજાએ એમેઝોનની તરફેણમાં વચગાળાનો આદેશ આપ્યો હતો. એમેઝોનના પ્રવક્તાએ પણ આ આદેશનું સમર્થન કર્યું છે.