પંચમહાલ જિલ્લાના પોસ્ટલ બચત ખાતા ધારકો માટે અગત્યનું પોસ્ટના બચત ખાતામાં રૂ. ૫૦૦/-નું લઘુત્તમ બેલેન્સ જાળવવું ફરજિયાત કરાયું

0
66

લઘુત્તમ બેલેન્સ ન જળવાતા વાર્ષિક રૂ. ૧૧૮/-ની પેનલ્ટી લાગશે

પંચમહાલ પોસ્ટ વિભાગની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર પોસ્ટ ઓફિસના બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ રાખવા બાબતે પોસ્ટ વિભાગ દ્વારા કેટલાક નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર પોસ્ટ ઓફિસના બચત ખાતામાં ઓછામાં ઓછા રૂ. ૫૦૦/-ની રકમ રાખવી ફરજિયાત છે અન્યથા પેનલ્ટી ભરવી પડશે. જો બચત ખાતામાં રૂ. ૫૦૦/-ની રકમ જાળવી રાખવામાં નહીં આવે તો ખાતાની જમા રકમમાંથી વાર્ષિક રૂ. ૧૧૮/-ની ફી આપો આપ કપાઈ જશે. વારંવાર આવી કપાત બાદ ખાતામાં રકમ શૂન્ય થયેથી બચત ખાતું આપો-આપ બંધ થઈ જશે. આવી કોઈપણ પ્રકારની સંભાવનાઓને ટાળવા તથા અગવડ ન પડે તેવા હેતુથી પોસ્ટ ઓફિસના તમામ ખાતા ધારકોને આગામી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૦ સુધીમાં પોસ્ટલ બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ રૂ. ૫૦૦/- કે તેથી વધુ રકમનું જાળવી રાખવા આ યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

અહેવાલ- ગણપત મકવાણા, પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here