આગામી વર્ષથી MCAનો અભ્યાસક્રમ બે વર્ષનો કરાશે, 5મીએ સિન્ડિકેટની બેઠક, એજન્ડામાં 19 દરખાસ્ત

0
77

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 5મી નવેમ્બરના રોજ સિન્ડિકેટની બેઠક મળનારી છે જેમાં એમસીએનો અભ્યાસક્રમ 3માંથી 2 વર્ષનો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. તેમજ અન્ય કોલેજમાં નિયમાનુસાર વિધિવત નિમણૂક પામીને ફરજ બજાવતા અધ્યાપકના નામનો બીજી કોલેજ ઉપયોગ કરતી હશે તો તેવી કોલેજને રૂ.1 લાખનો દંડ કરાશે અને દંડ ન ભરે તો જોડાણ રદ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. સિન્ડિકેટમાં શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ એપ્રેન્ટિસ વેતનમાં સુધારા માટેની દરખાસ્ત કરવામાં આવી છે. તેમજ રજિસ્ટ્રારની નિમણૂક અંગેના શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ સ્ટેચ્યૂટ-139 અને 142 મુજબ સુધારો કરવા દરખાસ્ત કરવામાં આવી છે.

જ્યારે પીએચ.ડી. અને નેટ-સ્લેટની લાયકાત ન ધરાવતા 12 અધ્યાપકની પસંદગી કરાઇ હોય તેની નિમણૂક બાબતે સિન્ડિકેટમાં નિર્ણય લેવાશે ત્યારે સવાલ એ ઊઠે છે કે, સિદ્ધાંતો અને નીતિમતાની વાતો કરતા સિન્ડિકેટ સભ્યો લાયકાત ન ધરાવતા અધ્યાપકોને યુજીસીના નિયમ વિરુદ્ધ ભરતીની મંજૂરી આપી દેશે કે પછી નિયમોનું પાલન કરશે તેવો સવાલ ઉઠ્યો છે. મનોવિજ્ઞાન ભવનમાં પ્રાયોગિક પરીક્ષામાં મહેનતાણાના દરો વધારાવા અંગે પુખ્ત વિચારણા કરી નિર્ણય કરાશે.

હરેશ ઝાલાના મુદ્દે બોલશે તડાફડી
સોશિયોલોજી ભવનના પૂર્વ વડા ડો.હરેશ ઝાલા સામે આઇસીસી(ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટી)ને ફરી તપાસ સોંપવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમને ડો.હરેશ ઝાલા તપાસમાં સહકાર આપતા ન હોય તેથી ઓડિયોમાં તેમનો અવાજ છે કે નહીં તેની તપાસ માટે ફોરેન્સિક લેબને તેમને વોઇસ સેમ્પલ આપવા અલ્ટિમેટમ અપાશે અને તેના માટે ન માને તો સીધો નિર્ણય કરાય તેવી શક્યતા છે. આ મુદ્દે તડાફડી બોલે તેવી સંભાવના છે. જો કે આ મુદ્દો સિન્ડિકેટના એજન્ડામાં ન હોય સીધો અધ્યક્ષસ્થાનેથી મુકાય તેવી સંભાવના છે.

સિન્ડિકેટ સભ્યોને 5000 ચૂકવાશે
ખંડેલવાલ સમિતિ દ્વારા યુજીસી નોર્મ્સ અનુસાર સિન્ડિકેટ અને વરણી સમિતિના સભ્યોને એક મિટિંગના રૂ.3000 અને એક દિવસમાં એક કરતા વધુ મિટિંગ હોય તો મહત્તમ રૂ.5000 સીટિંગ એલાઉન્સ ચૂકવવા બાબતે નિર્ણય કરાશે. સભ્ય તરીકે હાજરી આપે ત્યારે સીટિંગ એલાઉન્સ પ્રતિ સભા રૂ.1000 સીટિંગ એલાઉન્સ તરીકે મહેનતાણું ચૂકવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here