વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માટે ભારતીય ક્રિકેટ ટીમમાં આખરે અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર અક્ષર પટેલની જગ્યાએ અશ્વિનને વર્લ્ડ કપ તિમંઅ તક મળી છે. ગુવાહાટી પહોંચેલી ભારતીય ટીમની સાથે અશ્વિન પણ જોવા મળ્યો હતો. અશ્વિન ફરી એકવાર વર્લ્ડ કપમાં રમતો જોવા મળશે. અશ્વિનને આઠ વર્ષ બાદ વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યું છે. અશ્વિને 2015 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કર્યું હતું.
BCCIએ 28 સપ્ટેમ્બરે વર્લ્ડ કપ ટીમમાં મોટા ફેરફારની જાહેરાત કરી હતી અને ટીમમાં યુવા ખેલાડીની જગ્યાએ અનુભવી ખેલાડીને સ્થાન આપ્યું છે.
ઈજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને રવિચંદ્રન અશ્વિનને વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ટીમમાં ફેરફાર કરવાના અંતિમ દિવસે BCCIએ સૌથી મોટો નિર્ણય લેતા અશ્વિનને અક્ષરના સ્થાને ટીમમાં સ્થાન આપ્યું હતું.
આઠ વર્ષ બાદ અશ્વિન ફરી વર્લ્ડ કપમાં ભાગ લેશે. આ પહેલા વર્ષ 2015માં અશ્વિન વર્લ્ડ કપમાં રમ્યો હતો.
ગુવાહાટી પહોંચેલી ભારતીય ટીમ સાથે અશ્વિન જોવા મળ્યો હતો, અશ્વિન ટીમના સૌથી અનુભવી ખેલાડીઓમાં એક છે.