News Updates
GUJARAT

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહની અરજીને પ્રાયોરિટીમાં સાંભળવા હાઇકોર્ટે ઇન્કાર કર્યો

Spread the love

ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને AAP પાર્ટીના સાંસદ સંજયસિંહની અરજીને પ્રાયોરિટીમાં સાંભળવા હાઇકોર્ટે કર્યો ઇન્કાર છે. આ કેસની તત્કાલ સુનાવણી જરૂરી નહીં હોવાની આ પહેલા પણ હાઈકોર્ટે ટકોર કરી હતી. અરજદાર દ્વારા સાંસદો અને ધારાસભ્યોના કેસ ઝડપથી ચલાવવા સુપ્રીમ કોર્ટના નિર્દેશો હોવાની બાબત હાઇકોર્ટના ધ્યાને મુકાઈ હતી.

ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને AAP પાર્ટીના સાંસદ સંજયસિંહની અરજીને પ્રાયોરિટીમાં સાંભળવા હાઇકોર્ટે કર્યો ઇન્કાર છે. આ કેસની તત્કાલ સુનાવણી જરૂરી નહીં હોવાની આ પહેલા પણ હાઈકોર્ટે ટકોર કરી હતી.

અરજદાર દ્વારા સાંસદો અને ધારાસભ્યોના કેસ ઝડપથી ચલાવવા સુપ્રીમ કોર્ટના નિર્દેશો હોવાની બાબત હાઇકોર્ટના ધ્યાને મુકાઈ હતી. જે અંગે હાઇકોર્ટે અવલોકન કરતા કહ્યું કે, એ નિર્દેશોને ધ્યાનમાં લઈને જ કેસમાં ટૂંકી મુદતની તારીખ અપાઈ રહી છે. ટ્રાયલ કોર્ટે ઈસ્યું કરેલા સમન્સને રદ કરવા અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની છે માંગણી. જો કે હવે આગામી 6 ઓક્ટોબરે હાથ ધરાશે વધુ સુનાવણી.

મહત્વનું છે કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માગવાના કેસમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા બદનક્ષી ફરિયાદ કરવામાં આવેલી છે. તે બદનક્ષીની (Defamation) ફરિયાદમાં અમદાવાના મેટ્રો કોર્ટ દ્વારા સમન્સ ઇસ્યૂ કરવામાં આવ્યો હતો.તે સમન્સને અરવિંદ કેજરીવાલ દ્વારા વિવિધ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જો કે અમદાવાદની સેસન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા કેજરીવાલને કોઇપણ પ્રકારની રાહત આપવામાં આવી ન હતી. આખરે કેજરીવાલે આ સમન્સને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટ તરફથી પણ અરવિંદ કેજરીવાલને ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે અરજીની સુનાવણી કરવાનો ઈનકાર કર્યો છે.


Spread the love

Related posts

અંબાલાલ પટેલે કરી આગાહી  નવરાત્રિમાં વરસાદને લઇને  વરસાદ રહેશે કે નહીં ?

Team News Updates

શિવરાત્રીએ રુદ્રાક્ષ ધારણ કરવાથી થાય છે આ મનોકામનાઓ પૂર્ણ, વાંચો દરેક રુદ્રાક્ષનું મહત્વ

Team News Updates

Jamnagar:રેકોર્ડબ્રેક આવક મગફળીની હાપા માર્કેટીંગ યાર્ડ જામનગર

Team News Updates