News Updates
GUJARAT

ભવ્ય ઉજવણી હનુમાન જયંતીની સાળંગપુરમાં:બપોરે 1 વાગ્યે CM ભૂપેન્દ્ર પટેલ દાદાનાં દર્શને પધારશે,250 કિલોની કેક કાપી દાદાને સુવર્ણના વાઘાનો શણગાર કરાયો

Spread the love

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી જયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે મંગળા આરતી, શણગાર આરતી તેમજ દાદાને સુવર્ણના વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે. મંદિર પરીસરમા સંતો દ્વારા 250 કિલોની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હજારોની સંખ્યામાં ભક્તોએ જય શ્રીરામના નારા લગાવી મંદિર પરીસર ગુંજી ઉઠ્યું હતું.

સાળંગપુર હનુમાનજી મંદિરે મારૂતિ યજ્ઞ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો લાભ લીધો હતો. આમ હનુમાન જયંતિ નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કરી હનુમાન જયંતિની ઉજવણી કરી હતી.

આજે હનુમાન જયંતિ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરના એક કલાકે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાના દર્શને આવનાર છે. આ સાથે ભાજપના સંગઠનના નેતાઓ પણ હાજર રહેશે.


Spread the love

Related posts

હણહણાટી ગુંજી રણમાં પાણીદાર અશ્વોની;ઝીંઝુવાડાના રાજેશ્વરી મંદિરે શસ્ત્ર પૂજન બાદ ચોવીસી ઝાલા રાજપૂત સમાજ દ્વારા રણમાં ભવ્ય અશ્વ દોડ યોજાઈ

Team News Updates

સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા બાગેશ્વાર ધામના પીઠાધિશ ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ

Team News Updates

નંદી કેવી રીતે બન્યા ભગવાન શિવનું વાહન? વાંચો રસપ્રદ પૌરાણિક કથા

Team News Updates