News Updates
INTERNATIONAL

 એક હેલિકોપ્ટર સ્વિમિંગ પૂલમાં અને બીજું સ્ટેડિયમમાં પડ્યું:2 હેલિકોપ્ટર હવામાં ટકરાયાં મલેશિયન નેવીનાં ,પરેડ રિહર્સલ દરમિયાન અકસ્માત ;10 ક્રૂ મેમ્બર્સનાં મોત 

Spread the love

મંગળવારે મલેશિયામાં નેવીનાં 2 હેલિકોપ્ટર આકાશમાં ટકરાયાં હતાં. અકસ્માતમાં 10નાં મોત થયાં છે. મલેશિયન નેવીએ જણાવ્યું કે રોયલ મલેશિયન નેવી પરેડના રિહર્સલ દરમિયાન આ અકસ્માત થયો હતો. મલેશિયાની નેવીએ કહ્યું કે માર્યા ગયેલા તમામ નેવી ક્રૂ મેમ્બર હતા.

બીબીસી ન્યૂઝ અનુસાર, મંગળવારે સવારે 9.30 વાગ્યે પેરાકમાં લુમુત નેવલ બેઝ પર આ અકસ્માત થયો હતો. તમામ મૃતદેહોને લુમુત આર્મી બેઝની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની ઓળખ કરવામાં આવશે.

નેવીની 90મી એનિવર્સરી પરેડ માટે રિહર્સલ ચાલી રહ્યું હતું. આ દરમિયાન HOM (M503-3) હેલિકોપ્ટર ફેનેક હેલિકોપ્ટરના રોટર સાથે અથડાયું હતું.

હેલિકોપ્ટરની ટક્કરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. મલેશિયન ફ્રી પ્રેસના રિપોર્ટ અનુસાર, નેવીની 90મી એનિવર્સરી પરેડ માટે રિહર્સલ ચાલી રહ્યું હતું. ત્યારબાદ HOM (M503-3) હેલિકોપ્ટર ફેનેક હેલિકોપ્ટરના રોટર સાથે અથડાયું હતું. ત્યારબાદ ફેનેક હેલિકોપ્ટર નજીકના સ્વિમિંગ પૂલમાં પડી ગયું. જ્યારે, HOM હેલિકોપ્ટર લુમુત બેઝના સ્ટેડિયમ પાસે ક્રેશ થયું હતું.

મલેશિયાના સંરક્ષણ પ્રધાન દાતુક સેરી મોહમ્મદ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે લોકોને અકસ્માતનો વીડિયો શેર ન કરવાની અપીલ કરી છે. અકસ્માત બાદ મલેશિયાના રાજા સુલતાન ઈબ્રાહિમે
પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેણે ઘટનાની તપાસ પર નજર રાખવાની વાત કરી હતી. મલેશિયાના ન્યૂ સ્ટ્રેટ્સ ટાઇમ્સ અનુસાર, હેલિકોપ્ટર દુર્ઘટના બાદ રોયલ મલેશિયન નેવીની 90મી વર્ષગાંઠની ઉજવણી મોકૂફ રાખવામાં આવી શકે છે.

આ અકસ્માત કેમ અને કેવી રીતે થયો તે અંગેની માહિતી બહાર આવી નથી. મલેશિયન નેવીએ કહ્યું કે તેમની એક ટીમ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. અગાઉ ફેબ્રુઆરીમાં પણ એક મલેશિયન સેલાંગોર શહેરમાં વિમાન ક્રેશ થયું હતું. આ દરમિયાન પાઇલટ સહિત બે લોકોના મોત થયા હતા.


Spread the love

Related posts

રશિયન યુદ્ધ જહાજો 13,000 કિમી પેટ્રોલિંગ કર્યા પછી પરત ફર્યા:જાપાન- અમેરિકાની નજીકથી પસાર થયા; ચાઈનીઝ જહાજો સાથે પેસિફિક મહાસાગરમાં પેટ્રોલિંગ કર્યું

Team News Updates

દુબઇ માત્ર સુંદરતા નહીં અજીબ કાયદા માટે પણ જાણીતું છે, ફરવા જવાના પ્લાનિંગ પહેલા જાણીલો નહીંતર જેલના સળિયા ગણવા પડશે

Team News Updates

મેક્સિકોમાં દર્શાવેલ એલિયન હાડપિંજર સાથે છેડછાડ થઈ નથી:ટેસ્ટિંગ પછી ડૉક્ટરે કહ્યું- આને જોડ-તોડ કરીને બનાવ્યું નથી, આ એક સમયે જીવિત હતા

Team News Updates