News Updates
VADODARA

 મામેરુ ભરવા જતા ભાણીનું નડ્યો  અકસ્માત:14 લોકો ઈજાગ્રસ્ત ,વડોદરાના સાંઢાસાલ પાસે 25 લોકો ભરેલો ટેમ્પો કારને બચાવવા જતા પલટી ગયો 

Spread the love

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના સાંઢાસાલ તલાવડી પાસે 25 જાનૈયા સવાર ટેમ્પો પલટી મારી ગયો હતો. રોગ સાઇટ આવતી કારને બચાવવા જતાં ટેમ્પો પલટી મારી ગયો હતો. આ ઘટનામાં 14 વ્યક્તિને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળેલી માહિતી મુજબ, જિલ્લાના ડેસર તાલુકાના માણેકલા ગામના જશવંતસિંહ ફતેસિંહ પરમારની ભાણી જોસનાબેનના લગ્ન હોવાથી માણેકલા ગામથી સાઢાસાલ ‌ રાવજીભાઈ રમણભાઈ ગોહિલને ત્યાં મામેરુ લઈને જતા પિયરીયાઓને અકસ્માત નડ્યો હતો. સાઢાસાલ નજીક આવેલી હરીયા તલાવડી પાસે ટેમ્પો લઈને પસાર થતા હતા. ત્યારે સામેથી રોંગ સાઈડે પૂરપાટ આવતી કારને બચાવવા જતા ઇમર્જન્સી બ્રેક મારતા ટેમ્પોનું ટાયર ફાટી ગયું હતું અને ટેમ્પો પલટી ખાઈ ગયો હતો.

ટેમ્પો પલટી ખાતા અંદર બેઠેલાઓની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. માણેકલાના પરમાર પરિવારના અંદાજે 25 પૈકી 14 જેટલા મોસાળિયાઓ ઘાયલ થયા હતા. તલાવડી પાસે ટેમ્પો પલટી ખાઈ ગયો છે, તેવી વાત વાયુ વેગે સાઢાસાલમાં ફેલાતા મોટી સંખ્યામાં ગ્રામજનો તલાવડી ખાતે બચાવ કામગીરીમાં જોતરાયા હતાં. એક પછી એક લોકોએ તાત્કાલિક ઇમરજન્સી 108નો સંપર્ક કરતા કાલોલ, સાવલી અને ડેસરની કુલ‌ ત્રણ 108 વાનો ઘટનાસ્થળે દોડી આવી હતી અને ધાયલોને ડેસર- સાવલીની સીએચસી ખાતે ખસેડાયા હતા. તેમાંથી 4 લોકોને વધુ ગંભીર ઈજાઓ થઈ હોવાથી વડોદરા એસએસજીમાં રીફર કરાયા હતા. આ અકસ્માતની જાણ ડેસર પોલીસ મથકે થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બનાવની વિગતો મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

  1. શાંતાબેન નરવતભાઈ પરમાર
  2. કોકીલાબેન ફતાભાઈ પરમાર
  3. મંજુલાબેન અમરસિંહ પરમાર
  4. નમ્રતાબેન અમરસિંહ પરમાર
  5. લીલાબેન અનોપભાઈ પરમાર
  6. પ્રેમીલાબેન રમણભાઈ પરમાર
  7. સવિતાબેન મડાભાઈ પરમાર
  8. ઉર્મિલાબેન ભારતભાઈ પરમાર
  9. અંજુબેન કમલેશભાઇ પરમાર
  10. શાંતીબેન ધનાભાઇ પરમાર
  11. કુસુમબેન કાળુભાઈ મકવાણા
  12. કાજલબેન રમેશભાઈ પરમાર ‌
  13. પ્રવીણ અમરસિંહ ચૌહાણ

Spread the love

Related posts

Vadodara:પક્ષીઓને 600 કિલો પંચ ધાન્યોની ચણ,ગૌ માતાને કેરી, કેળા, ચીકુ, તરબૂચ, સફરજન સહિતના ફળો અર્પણ,1500 કિલો ફળનું દાન રાજકોટના મૃતકોને પુષ્પાંજલી રૂપે 

Team News Updates

Vadodara:અનાજમાં જીવાત અને મરેલા ઉંદરનું સામ્રાજ્ય:વડોદરામાં સરકારી અનાજના ગોડાઉનની બદ્દતર હાલત

Team News Updates

અમદાવાદ-મુંબઈ NH પર 5 કિમીનો ટ્રાફિકજામ:વડોદરા પાસે એક ટ્રકનું ડીઝલ ખૂટી જતા રોકાઇ, પાછળ આવતી ટ્રક ઘૂસી ગઈ, એકનું મોત, અન્ય એકને ગંભીર ઇજા

Team News Updates